નવી દિલ્હીઃ ભારત પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો  લાગ્યો છે. દક્ષિણ આફિકાની ટીમનો ફાસ્ટ બોલર કાગિસો રબાડા ભારત સામે રમાનારી વન ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો  છે. રબાડાને ગ્રોઈન સ્ટ્રેનની સમસ્યા છે. જેના કારણે તે આગામી મહિને રમાનારી સીરિઝમાં નહીં રમે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી ભારતમાં રમાવાની છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ મેડિકલ ઓફિસર શોએબ મંજરે કહ્યું, રબાડાને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સીરિઝમાં આ સમસ્યા થઈ હતી. જે બાજ તેની તપાસ અને એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું. જેના કારણે તે ચાર સપ્તાહ માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. જોકે તે 29 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે તેમ માનવામાં આવી રહ્યું છે.

દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ પૂરી થયા બાદ ભારત આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચ 12 માર્ચે ધર્મશાલામાં રમાશે.


સાઉથ આફ્રિકા સામે રમાનારી વન ડે સીરિઝથી ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યા, શિખર ધવન અને ભુવનેશ્વર કુમારની વાપસી થઈ શકે છે.

હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ