IND vs SL: T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધી માત્ર 170 રન જ બનાવી શકી હતી. જીત સાથે ભારતે સીરિઝમાં 1-0ની લીડ લીધી હતી.






સૂર્યાએ ભારત માટે કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી હતી. તેણે 26 બોલમાં 58 રન બનાવ્યા હતા. રિષભ પંતે 33 બોલમાં 49 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિયાન પરાગે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 1.2 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.


શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 48 બોલનો સામનો કરીને તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 45 રન બનાવ્યા હતા. કુસલ પરેરાએ 20 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતા મતિશા પથિરાનાએ 4 વિકેટ ઝડપી હતી.


આ પહેલા શ્રીલંકા સામે પ્રથમ ટી20માં ભારતે 20 ઓવરમાં 213 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 58 રન, યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 40 રન, રિષભ પંતે 33 બોલમાં 49 રન અને શુભમન ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા. ભારતનો લોઅર ઓર્ડર નિષ્ફળ ગયો હતો. હાર્દિક પંડ્યાએ 9 રન, રિયાન પરાગે 7 રન, રિંકુ સિંહે 1 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 10 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. શ્રીલંકા તરફથી પથિરાનાએ 40 રનમાં 4 વિકેટ લીધી હતી.


ભારતની પ્લેઈંગ ઈલેવન


શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકિપર), રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ


શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન 


 પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ(વિકેટકિપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા(કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા, મહેશ થેક્ષાના, મથીશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા