ENG vs WI:  ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં જો રૂટનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. જો રૂટે શ્રેણીની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 14 રન બનાવીને બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો હતો. રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 7મો બેટ્સમેન બની ગયો છે. તેણે બ્રાયન લારાને પાછળ છોડી દીધો છે. અગાઉ તેણે શિવનારાયણ ચંદ્રપાલને  પાછળ છોડ્યો હતો.






મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 282 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈંગ્લિશ ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાને 150 રન  છે. જો રૂટ 55 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. તે ધીરે ધીરે પોતાની  સદી તરફ આગળ વધી રહ્યો છે.



ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન 


સચિન તેંડુલકર: 15921 રન
રિકી પોન્ટિંગઃ 13378 રન
જેક કાલિસ: 13289 રન
રાહુલ દ્રવિડ: 13288 રન
એલિસ્ટર કૂક: 12472 રન
કુમાર સંગાકારા: 12400 રન
જો રૂટ: 11979* રન
બ્રાયન લારા: 11953 રન



ટેસ્ટ શ્રેણીમાં રૂટનું પ્રદર્શન


રૂટ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. લંડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 114 બોલમાં 68 રન બનાવ્યા હતા. રૂટે નોટિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી મેચની પ્રથમ ઇનિંગમાં 14 રન અને બીજી ઇનિંગમાં 122 રન બનાવ્યા હતા.


સચિન તેંડુલકર નંબર 1 પર છે 


ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા છે. બીજા સ્થાન પર રિકી પોન્ટિંગ છે જેણે 168 મેચમાં 13378 રન બનાવ્યા છે.
166 મેચમાં 13289 રન બનાવનાર જેક કાલિસ ત્રીજા સ્થાને છે જ્યારે રાહુલ દ્રવિડ ચોથા સ્થાન પર છે જેણે 164 મેચમાં 13288 રન બનાવ્યા છે.
પાંચમા સ્થાન પર એલિસ્ટર કૂક છે જેણે 161 મેચમાં 12472 રન બનાવ્યા છે. કુમાર સંગાકારા છઠ્ઠા સ્થાને છે. તેના નામે 134 મેચમાં 12400 રન છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial