Ind vs SL 2nd T20I: રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી 20 મેચના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હાર આપી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી 20 મેચના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હાર આપી છે. પહેલા બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 132 રન કર્યા હતા. શ્રીલંકન ટીમને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો.
ભારત શ્રીલંકાની મેચ રોમાંચક બની છે. શ્રીલંકાને જીત માટે 16 બોલમાં 28 રનની જરુર છે.
શ્રીલંકાએ 12.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 70 રન બનાવ્યા છે. ભારતને ચોથી સફળતા મળી છે.
શ્રીલંકાની બીજી વિકેટ પડી, વરુણ ચક્રવર્તીએ સફળતા અપાવી.
ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. અવિષ્કા ફર્નાન્ડો 11 રન બનાવી આઉટ થયો છે. ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી છે. હાલ શ્રીલંકાની ટીમે 3.1 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 17 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયા 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 128 રન બનાવ્યા છે.
મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા, પડિકલ બાદ સેમસન પણ આઉટ
ટીમ ઈન્ડિયાએ 12.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 81 રન બનાવી લીધા છે. હાલ દેવદત પડ્ડિકલ અને સંજૂ સેમસન રમતમાં છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, શિખર ધવન 40 રન બનાવી આઉટ થયો છે.
ટીમ ઈન્ડિયા 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 81 રન બનાવ્યા છે.
ટીમના શિખર ધવન અને દેવદત્ત પડ્ડિકલ બેટિંગ કરી રહ્યા છે.
શ્રીલંકાએ ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયામાં ચાર ખેલાડીઓનું ડેબ્યૂ થયું છે.
બ્રેકગ્રાઉન્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી 20 મેચના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હાર આપી છે. પહેલા બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 132 રન કર્યા હતા. શ્રીલંકન ટીમને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -