IND vs SL 3rd T20 Live: મેચ ટાઈ, સુપર ઓવરમાં થશે ફેંસલો
IND vs SL: ભારત પ્રથમ બે ટી20 જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે.
શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. જેના કારણે મેચ ટાઈ થઈ હતી. હવે સુપર ઓવરમાં વિજેતા નક્કી થશે. 110 રન સુી શ્રીલંકાએ 1 વિકેટ ગુમાવી હતી ત્યાંથી તેમનો આસાન વિજય લાગતો હતો. પરંતુ વોશિંગ્ટન સુંદર અને સૂર્યકુમાર યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
ભારતને 19મી ઓવરમાં પણ 2 સફળતા મળી હતી. રિંકુ સિંહે 19મી ઓવરમાં કુસલ પરેરા અને રમેશ મેન્ડિસની વિકેટ લીધી હતી. અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીતવા 6 રનની જરૂર છે અને 4 વિકેટ હાથમાં છે.
આ મેચમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે. વોશિંગ્ટન સુંદરે 17મી ઓવરમાં સળંગ બોલ પર વેનેન્દુ હસરાંગા અને કેપ્ટન ચરિથ અસલંકાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે શ્રીલંકાનો સ્કોર 17 ઓવર બાદ 4 વિકેટે 117 રન છે. હવે શ્રીલંકાને છેલ્લા 18 બોલમાં 21 રનની જરૂર છે.
રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી હતી. તેણે કુલસ મેન્ડિસને 43 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. 4 ઓવરના સ્પેલમાં તેણે 38 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જોકે મેચમાં શ્રીલંકા જીતથી થોડું જ દૂર છે.
શ્રીલંકાનો સ્કોર 15 ઓવર બાદ 1 વિકેટે 108 રન છે. હવે શ્રીલંકાને 30 બોલમાં 30 રનની જરૂર છે. અત્યારે કુસલ મેન્ડિસ 39 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કુસલ પરેરાએ 24 બોલમાં 38 રન બનાવ્યા છે. બંને બેટ્સમેન વચ્ચે 37 બોલમાં 50 રનની ભાગીદારી થઈ છે.
શ્રીલંકાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. શ્રીલંકાએ 14.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 102 રન બનાવી લીધા છે. કુસલ મેન્ડિસ 40 રન બનાવીને અને કુસલ પરેરા 33 રન બનાવીને રમતમાં છે. ભારતીય બોલર્સ આજે સારો દેખાવ કરી શક્યા નથી.
શ્રીલંકાનો સ્કોર 13 ઓવરમાં 1 વિકેટે 88 રન છે. આ સમયે શ્રીલંકાને જીતવા માટે 42 બોલમાં 50 રનની જરૂર છે. જ્યારે કુસલ પરેરા અને કુસલ મેન્ડિસ ક્રિઝ પર છે.
શ્રીલંકાનો સ્કોર 12 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 82 રન છે. કુલસ મેંડિસ 35 અને કુસલ પરેરા 18 રન બનાવી રમતમાં છે. અહીંયાથી કોઈ ચમત્કાર જ ભારતને જીત અપાવી શકે છે.
9 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 58 રન છે. રવિ બિશ્નોઈએ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. નિસાંકાને તેણે 26 રનના અંગત સ્કોર પર રિયાન પરાગના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
શ્રીલંકાનો સ્કોર 6 ઓવર પછી વિના વિકેટે 35 રન છે. હાલમાં પથુમ નિશંક 19 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કુસલ મેન્ડિસે 17 બોલમાં 12 રન બનાવ્યા છે.
138 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમ સંગીન શરૂઆત કરી છે. 3 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર વિના વિકેટ 19 રન છે. ત્રીજી ઓવરમાં શ્રીલંકાએ 15 રન બનાવ્યા હતા. ખલીલ અહમદે આ ઓવર ફેંકી હતી.
શ્રીલંકા સામે ત્રીજી ટી20માં ભારતે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. ભારતનો ટોપ ઓર્ડર ફેલ થયો હતો અને 50 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી શુભમન ગિલે સર્વાધિક રન બનાવ્યા હતા. ગિલે 39 રન, રિયાન પરાગે 26 અને અને વોશિંગ્ટન સુંદર 25 રન બનાવ્યા હતા. તીક્ષ્ણાએ 28 રનમાં 3 વિકેટ લીધી હતી.
ભારતનો સ્કોર 16 ઓવર બાદ 7 વિકેટે 105 રન છે. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ ક્રિઝ પર છે. આ પહેલા શુભમન ગિલ અને રિયાન પરાગ સારી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા. જોકે ટીમ ઈન્ડિયાની નજર સન્માનજનક સ્કોર પર છે.
ભારતીય ટીમનો મોટો ફટકો લાગ્યો છે. શુભમન ગિલ 39 રન બનાવી આઉટ થયો છે. હસરંગાએ તેની વિકેટ ઝડપી હતી. તે સ્ટંપ આઉટ થયો હતો. 15.2 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 102 રન છે. રિયાન પરાગ 26 રન બનાવીને રમતમાં છે.
શુભમન ગિલ અને રિયાન પરાગે પોતાનું વલણ બદલવાનું શરૂ કર્યું છે. વેનેન્દુ હસરંગાની 14મી ઓવરમાં બંને બેટ્સમેનોએ 15 રન બનાવ્યા હતા. હવે ભારતનો સ્કોર 15 ઓવર બાદ 5 વિકેટે 96 રન છે. શુભાનન ગિલ 32 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે રિયાન પરાગે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરના અંતે 5 વિકેટના નુકસાન પર 87 રન છે. શુભમન ગિલ અને રિયાન પરાગ બેટિંગ કરી રહ્યા છે. ગિલ 30 બોલમાં 32 રન અને રિયાન પરાગ 10 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે.
ભારતનો સ્કોર 11 ઓવરમાં 5 વિકેટે 68 રન છે. હાલમાં રિયાન પરાગ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. શુભમન ગિલે 23 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે રિયાન પરાગે 6 બોલમાં 9 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અત્યાર સુધીમાં મહિષ તિક્ષીનાએ સૌથી વધુ 2 વિકેટ લીધી છે.
ભારતનો પાંચમો મોટો ફટકો લાગ્યો છે. શિવમ દુબે 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 8.4 ઓવરના અંતે 48 રન છે. શુભમન ગિલ 16 રન બનાવીને રમતમાં છે.
5.4 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 30 રન છે. કેપ્ટન સૂર્યુકમાર યાદવ 8 રન બનાવી ફર્નાન્ડોનો શિકાર બન્યો હતો. હાલ શિવમ દુબે અને શુભમન ગિલ રમતમાં છે.
ભારતીય ટીમનો ત્રીજો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. મહિષ તિક્ષાનાએ રિંકુ સિંહને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રિંકુ સિંહ 2 બોલમાં 1 રન બનાવી શક્યો હતો. હવે ભારતનો સ્કોર 3.1 ઓવર પછી 3 વિકેટે 14 રન છે.
ભારતીય ટીમને બીજો આંચકો લાગ્યો છે. યશસ્વી જયસ્વાલ બાદ સંજુ સેમસન પેવેલિયન પરત ફર્યો છે. સંજુ સેમસન ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વિકેટકીપર બેટ્સમેનને વિક્રમસિંઘે આઉટ કર્યો હતો. ભારતનો સ્કોર 3 ઓવર પછી 2 વિકેટે 13 રન છે.
ટીમ ઈન્ડિયા અંતિમ ટી20માં બદલાવ સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ આ પ્રમાણે છે- યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે છેઃ પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા (કેપ્ટન), ચામિન્દુ વિક્રમસિંઘે, વાનિન્દુ હસરાંગા, રમેશ મેન્ડિસ, મહિષ થેક્ષાના, મથિશા પાથિરાના અને અસિતા ફેરાના.
શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાએ પોતાની ટીમમાં માત્ર એક ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયા ચાર ફેરફારો સાથે પ્રવેશી છે. હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ આજે નથી રમી રહ્યા.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SL: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની અંતિમ મેચ રમાશે. આ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે પ્રથમ બે T20માં શ્રીલંકાને ખરાબ રીતે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આજે સૂર્યા અને ગંભીરની નજર ક્લીન સ્વીપ કરવા પર રહેશે. શ્રીલંકાની ટીમ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા મેદાનમાં ઉતરશે.
શ્રીલંકા સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર જોવા મળી શકે છે. ટીમમાં પહેલો ફેરફાર સંજુ સેમસનના રૂપમાં જોવા મળી શકે છે. બીજી ટી20માં શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગિલ ત્રીજી ટી20માં વાપસી કરી શકે છે. બીજી T20માં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર સંજુ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને 'ગોલ્ડન ડક' પર બોલ્ડ થયો હતો.
આ સિવાય બીજો ફેરફાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના રૂપમાં થઈ શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહમને ત્રીજી ટી-20ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. છેલ્લી બંને મેચમાં સિરાજ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે.
શ્રીલંકાનો મિડલ ઓર્ડર પ્રથમ બે T20માં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટન ચરિથ અસલંકા ત્રીજી ટી20માં કેટલાક ફેરફાર કરી શકે છે. સિનિયર બેટ્સમેન દિનેશ ચાંદીમલને આજે તક મળે તેવી શક્યતા છે. લંકા પ્રીમિયર લીગમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકા સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રેયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ.
ત્રીજી T20માં શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે
કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, કુસલ પરેરા, દિનેશ ચંદીમલ/અવિષ્કા ફર્નાન્ડો, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરાંગા, મહેશ થીક્ષાના, રમેશ મેન્ડિસ/દિલશાન મધુશંકા, મથિશા પાથિરાના અને અસિથા ફર્નાન્ડો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -