Ind vs SL 3rd T20I: શ્રીલંકાએ ભારતને 7 વિકેટે આપી હાર, સિરીઝ 2-1થી જીતી

India vs Sri Lanka 3rd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી શ્રીલંકાને જીત માટે 82 રનનો ટાર્ગેટ આપ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Jul 2021 11:04 PM
શ્રીલંકાએ સીરીઝ 2-1થી જીતી

શ્રીલંકાની ટીમે 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ત્રણ મેચોની ટી20 સીરીઝ શ્રીલંકાએ 2-1થી જીતી લીધી છે.




શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી

ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી સીરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જન્મદિવસ પર હસારંગાએ  શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે. 

શ્રીલંકાનો સ્કોર 13/3 66 રન

રાહુલ ચહરે ચાર ઓવરમાં માત્ર 15 રન આપી 3 વિકેટ ઝડપી છે. શ્રીલંકાની ટીમ 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 66 રન બનાવી લીધા છે.


 

રાહુલ ચહરે ત્રણ વિકેટ ઝડપી

શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી છે. ભારતને વધુ એક સફળતા મળી છે. રાહુલ ચહરે ત્રણ વિકેટ ઝડપી છે.

ધનંજય ડિ સિલ્વા 12 રને રમતમાં

શ્રીલંકાએ 11.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 49 રન બનાવી લીધા છે. ધનંજય ડિ સિલ્વા 12 રને રમતમાં છે. 

મિનોદ ભાનુકા 18 રન બનાવી આઉટ

રાહુલ ચહરે ભારતને બીજી સફળત અપાવી છે. મિનોદ ભાનુકા 18 રન બનાવી આઉટ થયો છે. 

શ્રીલંકાને જીત માટે 82 રનનો લક્ષ્યાંક

ત્રીડી ટી20 મેચમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 81 રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકાને જીત માટે 82 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રીલંકા તરફથી હસારંગાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે.

હસરંગાએ 4 ઓવરમાં 9 રન આપી 4 વિકેટ ઝડપી

આજનો દિવસ વનિન્દુ હસરંગાના નામે રહ્યો. આજે વનિન્દુ હસરંગાનો જન્મ દિવસ છે અને આ તકે તેણે શાનદાર બોલિંગ કરી છે. હસરંગાએ પોતાની ચાર ઓવરમાં માત્ર 9 રન આપી ચાર વિકેટ ઝડપી છે. આ સાથે જ તે જન્મદિવસ પર સારુ બોલિંગ કરનારો બોલર બની ગયો છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના ઈમરાન તાહિરે પોતાના જન્મદિવસ પર 21 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. 

15 ઓવર બાદ ભારતનો સ્કોર 55/6

15 ઓવર બાદ ભારતે 6 વિકેટ ગુમાવી 55 રન બનાવ્યા છે. કુલદિપ યાદવ 10 રને રમતમાં છે.



 
ભુવનેશ્વર કુમાર રમતમાં

ભુવનેશ્વર કુમાર 12 અને કુલદીપ યાદવ 2 રને રમતમાં છે. ટીમ ઈન્ડિયા 12 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 45 રન બનાવ્યા છે. 

ભારત  vs શ્રીલંકા : 12  Overs / ભારત- 43/5  રન

ભારત  vs શ્રીલંકા : 12  Overs / ભારત- 43/5  રન

ભારત vs શ્રીલંકા : 8 Overs / ભારત - 35/4 Runs

ભારત  vs શ્રીલંકા : 8  Overs / ભારત- 35/4 Runs

રુતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો છે. ગાયકવાડ 14 રન બનાવી આઉટ થયો છે. 


ટીમ ઈન્ડિયાએ ખરાબ શરુઆત

ટીમ ઈન્ડિયાએ ખરાબ શરુઆત કરી છે. માત્ર 25 રનમાં જ 3 વિકેટ ગુમાવી છે. 

ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં

ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. શિખર ધવન, પડીકલ બાદ સેમસન પણ આઉટ થયો છે. 

ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન(કેપ્ટન),રુતુરાજ ગાયકવાડ, દેવદત પડિક્કલ, સંજૂ સેમસન(વિકેટકીપર), નીતીશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચહર, સંદીપ વારિયર, ચેતન સાકરીયા અને વરુણ ચક્રવર્તી.


 

સંદીપ વોરિયરને ડેબ્યૂ કરવાની તક

ભારત માટે આજે ઈજાગ્રસ્ત નવદીપ સૈનીની જગ્યાએ સંદીપ વોરિયરને ડેબ્યૂ કરવાની તક મળી છે. જ્યારે શ્રીલંકાની ટીમમાં પથુમ નિસાંકાને તક મળી છે.

ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝનો નિર્ણાયક અને અંતિમ મુકાબલો આજે કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં  રમાયો હતો. જેમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી છે. શ્રીલંકાએ ત્રણ મેચની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.