IND vs SL Asia Cup 2023 Final: આઠમી વાર એશિયાનું ચેમ્પિયન બન્યુ ભારત, ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યુ

India vs Sri Lanka Final Asia Cup 2023 LIVE: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટક્કર થઇ રહી છે, આજે એશિયા કપમાં ભારતીય ટીમ આઠમી વાર ચેમ્પિયન બનવા માટે મેદાનમાં છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 17 Sep 2023 06:11 PM
ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું 

એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં માત્ર 6.1 ઓવરમાં વિના વિકેટે આ લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. તેણે 7 વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ અને ઈશાન કિશને બેટિંગની ભૂમિકા ભજવી હતી. ગીલે અણનમ 27 અને ઈશાને અણનમ 23 રન બનાવ્યા હતા.

ભારતની ઝડપી શરૂઆત

ભારતે ત્રણ ઓવર પછી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 32 રન બનાવી લીધા છે. હાલમાં શુભમન ગિલ આઠ બોલમાં 18 રન અને ઈશાન કિશન 10 બોલમાં 13 રન સાથે બેટિંગ કરી રહ્યો છે. ભારતીય ટીમ આઠમી વખત એશિયન ચેમ્પિયન બનવાની નજીક છે.

ઈશાન-શુબમન ઓપનિંગ માટે આવ્યા

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ માટે આવ્યો નથી. ઈશાન કિશન અને શુભમન ગિલ ઓપનિંગ માટે આવ્યા છે. બંનેએ પ્રથમ ઓવરમાં સાત રન ઉમેર્યા હતા.

ભારતને જીતવા 51 રનનો ટાર્ગેટ 

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધું છે. આ સાથે જ ભારતને ફાઇનલમાં જીતવા અને એશિયા કપ ચેમ્પિયન બનવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. મોહમ્મદ સિરાજે ભારત માટે ખતરનાક બૉલિંગ કરી હતી. તેને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. સિરાજે મેડન ઓવર પણ ફેંકી હતી. હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ લીધી હતી.

50 રન પર આખી શ્રીલંકન ટીમ ઓલઆઉટ 

શ્રીલંકાની આખી ટીમ 50 રનમાં સમેટાઈ ગઈ. ભારત સામેની વનડેમાં આ શ્રીલંકાનો સૌથી ઓછો સ્કૉર છે.

12 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 39 રન 

શ્રીલંકાએ 12 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા હતા. હેમંત 5 રન બનાવીને રમી રહ્યો છે. વેલ્લાલાગે 8 રન બનાવીને રમી રહ્યો છે. સિરાજે 6 ઓવરમાં 13 રન આપીને 6 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યાએ એક ઓવરમાં 2 રન આપ્યા છે.

શ્રીલંકાને 7મો ઝટકો 

શ્રીલંકાની 7મી વિકેટ પડી. કુસલ મેન્ડિસ 17 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે મેન્ડિસને આઉટ કર્યો હતો. શ્રીલંકાએ 11.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 33 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. તેણે 5.2 ઓવરમાં 7 રન આપ્યા છે.

શ્રીલંકા સામે સિરાજનો સપાટો, ઝડપી પાંચ વિકેટો

શ્રીલંકાને છઠ્ઠી ઓવરમાં 12ના સ્કૉર પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. સિરાજે આ મેચમાં કહેર વર્તાવ્યો, તેને શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. છ ઓવર પછી શ્રીલંકાનો સ્કૉર 6 વિકેટે 13 રન છે. હાલમાં દુનિથ વેલ્લાલેગે અને કુશલ મેન્ડિસ ક્રિઝ પર છે. આ પહેલા સિરાજે ચોથી ઓવરમાં 6 બૉલમાં 4 વિકેટો ઝડપી હતી. પ્રથમ, તેણે ચોથી ઓવરના પ્રથમ બૉલ પર પથુમ નિસાંકાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. નિસાંકા ચાર બોલમાં બે રન બનાવી શકી હતી. આ પછી ત્રીજા બોલ પર સાદિરા સમરવિક્રમા LBW આઉટ થઈ ગઈ હતી. ચોથા બોલ પર તેણે ચરિથ અસલંકાને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, તે હેટ્રિક ચૂકી ગયો હતો. પાંચમો બોલ ફોર માટે ગયો. આ પછી છેલ્લા બોલ પર સિરાજે ધનંજય ડી સિલ્વાને વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. નિસાંકા બે રન અને ધનંજય ચાર રન બનાવી શક્યા હતા. તે જ સમયે, સમરવિક્રમા અને અસલંકા તેમના ખાતા પણ ખોલી શક્યા ન હતા. આ પહેલા બુમરાહે કુસલ પરેરાને પહેલી જ ઓવરમાં વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પરેરા ખાતું ખોલાવી શક્યો નહોતો.

શ્રીલંકા મુશ્કેલીમાં, અડધી ટીમ પેવેલિયન ભેગી

એશિયા કપ 2023ની ફાઇનલ મેચમાં શ્રીલંકન ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે પછી આ મેચમાં શ્રીલંકાની હાલત પપાતળી થઇ ગઇ હતી. 5 ઓવરના અંતે શ્રીલંકન ટીમ 5 વિકેટો ગુમાવીને 12 રન બનાવી શકી છે. અત્યારે ક્રિઝ પર કુશલ મેન્ડિસ 5 રન અને દાસુન શનાકા 0 રન બનાવીને રમી રહ્યાં છે.

સિરાજે એક જ ઓવરમાં ચાર વિકેટો ઝડપી

સિરાજે ચોથી ઓવરમાં છ બૉલમાં 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ તેને ચોથી ઓવરના પ્રથમ બૉલ પર પથુમ નિસાંકાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. નિસાંકા ચાર બૉલમાં બે રન બનાવી શક્યો હતો. આ પછી ત્રીજા બૉલ પર સાદિરા સમરવિક્રમા LBW આઉટ થયો. ચોથા બૉલ પર તેને ચરિથ અસલંકાને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, તે હેટ્રિક ચૂકી ગયો હતો. પાંચમો બૉલ ચોગ્ગા નીકળ્યો અને આ પછી છેલ્લા બૉલ પર સિરાજે ધનંજય ડી સિલ્વાને વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. 

ભારતને પ્રથમ સફળતા

એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી છે, બુમરાહે પ્રથમ ઓવરમાં ત્રીજા બૉલ પર શ્રીલંકન ઓપનર કુશલ પરેરાને 2 રનના અંગત સ્કૉર પર વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં ઝીલાવી દીધો હતો. પ્રથમ ઓવરના અંતે શ્રીલંકન ટીમનો સ્કૉર એક વિકેટે 7 રન પર પહોંચ્યો છે, ક્રિઝ પર પથુમ નિશંકા 1 રન અને કુશલ મેન્ડિસ 5 રન બનાવીને રમી રહ્યાં છે. 

વરસાદ શરૂ, કવર્સથી મેદાન ઢંકાયું

કોલંબોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ કારણોસર મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. મેચ શરૂ થવામાં વિલંબ થશે.





ભારતીય ટીમ 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકન ટીમ 

પથુમ નિશંકા, કુશલ પરેરા, કુશલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરાવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાશુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલ્લાલાગે, દુષણ હેમંથા, પ્રમોદ મદુશાન, મથિશા પાથિરાના.

શ્રીલંકાએ ટૉસ જીતીને બેટિંગ લીધી 

એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શનાકાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત મહેશ તિક્ષાણાના સ્થાને હેમંત રમી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં છ ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની વાપસી થઈ છે. તે જ સમયે ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ઓલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને તક મળી છે. સુંદર ઓફ સ્પિનર ​​છે. સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ ક્રિષ્ણા અને મોહમ્મદ શમીને પડતો મૂકવામાં આવ્યો છે.

કોલંબોમાં અત્યારે તડકો નીકળ્યો

ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મેચ પહેલા અત્યારે કોલંબોમાં તડકો નીકળ્યો છે. બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારતીય ટીમ આજે પ્લેઇંગ-11માં પાંચ ફેરફાર કરી શકે છે.  

બંને ટીમો સ્ટેડિયમ પહોંચી હતી

ભારત અને શ્રીલંકાની ટીમો પ્રેમદાસા સ્ટેડિયમ પહોંચી ગઈ છે. શ્રીલંકાની ટીમ પણ આત્મવિશ્વાસથી ભરેલી છે કારણ કે હોમ ટીમ સતત 15 વનડે જીતીને શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકાની ટીમ તેના મુખ્ય સ્પિનર ​​મહિષ તિક્ષાનાની સેવા વિના રહેશે કારણ કે તે સ્નાયુની ઈજાને કારણે બહાર છે. બેટિંગમાં શ્રીલંકા પાસે કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા છે જ્યારે બોલિંગમાં સ્પિનર ​​વેલાલાગે સારા ફોર્મમાં છે. ટીમ હોશિયારી ચૂકી શકે છે.

વિરાટ-હાર્દિક સાથે બેટિંગ વધુ મજબૂત બનશે

શુક્રવારે બાંગ્લાદેશ સામેની સુપર ફોર મેચમાં ભારતે તેના પાંચ મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો, જેઓ હવે ફાઇનલમાં વાપસી કરશે. આ મેચમાં ટીમ છ રનથી હારી ગઈ હતી. ફાઇનલમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વાપસી ચોક્કસપણે બેટિંગ યુનિટને મજબૂત બનાવશે જેણે બાંગ્લાદેશના સ્પિનરો સામે સંઘર્ષ કર્યો હતો.


ઓપનર શુભમન ગિલે ટોપ-ક્લાસ સદી ફટકારી હતી, પરંતુ બાકીના બેટ્સમેનો મધ્યમ ઓવરોમાં સ્ટ્રાઈકને સારી રીતે રોટેટ કરી શક્યા નહોતા, જેના કારણે નીચલા ક્રમની સામે મોટું લક્ષ્ય હતું. આ મેચે એ પણ સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે ભારતે તેની સમસ્યા પર કામ કરવું પડશે કે શરૂઆતમાં વિકેટ લેવા છતાં તે હરીફ ટીમને કાબૂમાં રાખવામાં નિષ્ફળ ગયો.


ભારતે બાંગ્લાદેશના 59 રનમાં ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ તેના બોલરોએ છેલ્લી ઓવરોમાં ઘણા રન આપ્યા હતા જેના કારણે હરીફ ટીમ 265 રનનો સારો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. જો કે, રવિવારની મેચમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ડાબોડી કાંડા સ્પિનર ​​કુલદીપ યાદવની વાપસી સાથે આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

ભારત 2018 પછી એકપણ ટાઇટલ જીતી શક્યું નથી

ભારતે છેલ્લે 2018 માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટાઇટલ જીત્યું હતું જ્યારે રોહિતની ટીમે દુબઈમાં એશિયા કપમાં બાંગ્લાદેશને 3 વિકેટથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારત મહત્વની મેચો અને પ્રસંગોમાં વર્ચસ્વ જમાવવામાં નિષ્ફળ રહ્યું. ભારત 2019 વનડે વર્લ્ડકપ અને 2022 ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું છે. તે 2019 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે અને 2023 WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ટીમ ગયા વર્ષે એશિયા કપમાં પણ તેની હાજરીનો અનુભવ કરવામાં નિષ્ફળ રહી હતી જેમાં શ્રીલંકાએ ટાઈટલ જીત્યું હતું જે T20 ફોર્મેટમાં રમાયું હતું.

ભારત સાત વાર બન્યૂં છે ચેમ્પિયન

ભારત આ ટૂર્નામેન્ટમાં છ વખત વનડે અને ટી20માં એક વખત જીત્યું છે, જ્યારે શ્રીલંકાએ વનડેમાં પાંચ વખત અને ટી20માં એક વાર જીત મેળવી છે. ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ UAEમાં T20 રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત મેળવી હતી. ભારતીય ટીમે છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ટાઇટલ જીત્યું નથી, તેથી રવિવાર તેમના માટે તેમની કેબિનેટમાં બીજી ટ્રોફી ઉમેરવાની સારી તક હશે.

વનડે એશિયા કપમાં શું છે બન્નેની સ્થિતિ 

ભારત અને શ્રીલંકા વનડે એશિયા કપમાં 20 વખત આમને-સામને આવી ચૂક્યા છે. તેમાંથી 10 મેચ ભારત અને 10 શ્રીલંકાએ જીતી છે. બન્નેની ટક્કર એકસરખી છે. છેલ્લી વાર આ બંને ટીમ આ વર્ષે એશિયા કપમાં સુપર 4માં ટકરાયા હતા. ત્યારબાદ ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી.

શ્રીલંકા સામે ભારતનો રેકોર્ડ

ભારતીય ટીમે ઘરઆંગણે શ્રીલંકા સામે 65 વનડે મેચ રમી છે. તેમાંથી ભારતે 31 મેચ જીતી છે અને શ્રીલંકાએ 28 મેચ જીતી છે. છ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જોકે, શ્રીલંકામાં બંને વચ્ચેની છેલ્લી પાંચ વનડેમાંથી ચારમાં ભારતે જીત મેળવી છે. એકમાં દાસુન શનાકાની ટીમ જીતી હતી.

શું કહે છે હેડ ટૂ હેડ રેકોર્ડ

ભારત અને શ્રીલંકાની ટીમો અત્યાર સુધી વનડેમાં 166 વાર આમને-સામને આવી ચૂકી છે. જેમાંથી ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચ અનિર્ણિત રહી હતી અને એક મેચ ટાઈ રહી હતી.

ભારત આઠમી વાર ટાઈટલ જીતવા મેદાનમાં 

આજે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાઇ રહી છે, આ 19 દિવસીય ટૂર્નામેન્ટની 13મી અને છેલ્લી મેચ આજે રમાશે. ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને છે. ટાઈટલ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. ભારતે સાત વખત અને શ્રીલંકાએ છ વખત આ ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત ભારતે એશિયા કપ 2018માં જીત્યો હતો અને હવે ટીમ પાંચ વર્ષ બાદ આઠમી વખત આ ટાઈટલ જીતવા પર નજર રાખશે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Sri Lanka Final Asia Cup 2023 LIVE: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટક્કર થઇ રહી છે, આજે એશિયા કપમાં ભારતીય ટીમ આઠમી વાર ચેમ્પિયન બનવા માટે મેદાનમાં છે. આ 19 દિવસીય ટૂર્નામેન્ટની આજે 13મી અને છેલ્લી મેચ રમાઇ રહી છે. ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને છે. ટાઈટલ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર છે. ભારતે સાત વાર અને શ્રીલંકાએ છ વાર આ ખિતાબ જીત્યો છે. છેલ્લે ભારતીય ટીમ એશિયા કપ 2018માં જીત્યો હતો અને હવે ટીમની પાંચ વર્ષ બાદ આઠમી વાર આ ટાઈટલ જીતવા પર નજર છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.