Asia Cup 2023 Final India vs Sri Lanka: એશિયા કપ 2023ની ફાઇનલ મેચ રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા શ્રીલંકા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર મહિશ થીક્ષણા ઈજાગ્રસ્ત થયો છે. મહિશ પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. મેચ દરમિયાન તે ઘણી વખત મેદાનની બહાર ગયો હતો. હાલમાં તેમના વિશે કોઈ અપડેટ પ્રાપ્ત  નથી. પરંતુ ફાઈનલ પહેલા શ્રીલંકાને મોટો ફટકો પડ્યો છે.


કોલંબોમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કર્યું અને આ મેચ જીતી લીધી. આ જીત સાથે જ શ્રીલંકાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેચ દરમિયાન શ્રીલંકન બોલર થીક્ષણા ઈજાગ્રસ્ત થયો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તિક્ષણાએ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 8 વિકેટ ઝડપી છે. તે શ્રીલંકાના બોલિંગ આક્રમણના મજબૂત ભાગોમાંનો એક રહ્યો છે. તિક્ષણા ફાઇનલમાં રમવા અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.






મતલબ કે શ્રીલંકાની ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની સફર સારી રહી છે. તેણે પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે 5 વિકેટે જીત મેળવી હતી. આ પછી બીજી મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવ્યું હતું.  ટીમે બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું. પરંતુ તે ભારત સામે જીત ન મેળવી શક્યા.  ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું. જ્યારે  રોમાંચક મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું. 


ફાઇનલમાં ભારત સામે જીતવું શ્રીલંકા માટે આસાન નહીં હોય. છેલ્લી મેચમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા ટીમે 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.  


એશિયા કપ 2023 ના સુપર-4 ની મહત્વપૂર્ણ મેચમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ડીએલએસના નિયમો અનુસાર આ મેચમાં શ્રીલંકાને 252 રનનો ટાર્ગેટ હતો જે તેણે 42 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમની આ જીતમાં કુસલ મેન્ડિસે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ચરિથ અસલંકાએ પણ 49 અણનમ રન બનાવ્યા હતા. હવે શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial