India vs Sri Lanka Full Schedule: ભારતીય ટીમને નવા વર્ષની શરૂઆત સાથે જ શ્રીલંકા વિરુદ્ધ ટી20 અને વનડે સીરીઝ રમવાની છે, બન્ને ટીમો વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી20 સીરીઝ અને આટલી જ મેચોની વનડે સીરીઝ રમવાની છે. શ્રીલંકા વિરુદ્ધ આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન પણ આજે કરવામા આવશે. આવામાં ટીમની જાહેરાત પહેલા અમે તમને ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી આ સીરીઝના પુરેપુરા શિડ્યૂલ વિશે જાણકારી આપી રહ્યા છીએ. 


ભારત અને શ્રીલંકા સીરીઝનું પુરેપુરુ શિડ્યૂલ -
શ્રીલંકન ટીમ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી કરશે, આ સીરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરીએ મુંબઇમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી મેચ અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. વળી, આ પછી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પણ રમશે. જેની પહેલી મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટી, બીજી વનડે 12 જાન્યુઆરીએ કોલકત્તામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. 


હાર્દિક કરશે ટી20 ટીમની કેપ્ટનશીપ - 
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ સીરીઝમાં હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટન બનાવી શકે છે, હાર્દિકે આ પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી, આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ કીવી ટીમને 1-0થી હરાવી હતી, વર્લ્ડકપ બાદથી જ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનાવવાની વાત ચાલી રહી છે. આવામાં સંભવ છે કે, હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટનશીપ મળી શકે.



રોહિત શર્માની કેપ્ટનશિપ ટી20 વર્લ્ડકપની હાર બાદથી જ ખતરામાં છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત આ વર્ષે એશિયા કપ 2022 ની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું, જેમાં તેમનો જોરદાર રેકોર્ડ છે. એવામાં રોહિત શર્માનું ટી20 ટીમના કેપ્ટન રહેવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે.  



શ્રીલંકા વિરુદ્ધ સીરીઝ માટે સંભવિત ભારતીય ટીમ -
 
ટી20 ટીમ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગીલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, વૉશિંગટન સુંદર, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક. 


વનડે ટીમ- 
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, ઇશાન કિશન, સંજૂ સેમસન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.