શ્રીલંકાને ટી-20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમે ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી (IND vs SL Test series)ની પ્રથમ મેચ મોહાલીમાં 4 માર્ચથી શરૂ થશે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ પોતાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખવા માટે શ્રીલંકા સામે ઉતરશે.


હોમ ગ્રાઉન્ડ પર ભારતનો મજબૂત રેકોર્ડ
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ભારતીય મેદાન પર અત્યાર સુધીમાં 20 ટેસ્ટ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 11 મેચ જીતી છે. બાકીની 9 મેચ ડ્રો રહી છે. એટલે કે આજ સુધી શ્રીલંકન ટીમ ભારતીય ટીમ સામે ભારતમાં એક પણ મેચ જીતી શકી નથી.


શું કહે છે સમગ્ર રેકોર્ડ 
ઓવરઓલ રેકોર્ડમાં પણ ટીમ ઈન્ડિયા આ નાના પાડોશી દેશ પર ભારે લાગી રહી છે. બંને દેશો વચ્ચે કુલ 44 મેચ રમાઈ છે. જેમાં ભારતે 20 મેચ જીતી છે અને શ્રીલંકાએ 7 મેચ જીતી છે, કુલ 17 મેચ ડ્રો રહી છે.


ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે મજબૂત રેકોર્ડ જાળવી રાખવા મેદાનમાં ઉતરશે
ભારતીય ટીમે જે રીતે T20 સીરીઝમાં શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું હતું, ટેસ્ટ સીરીઝના પરિણામ પણ આવી જ રીતે આવી શકે છે. શ્રીલંકાની સરખામણીમાં ભારતીય ટીમ ટેસ્ટ મેચોમાં ઘણી મજબૂત છે. ટીમ ઈન્ડિયામાં યુવા અને અનુભવી ખેલાડીઓનો સારો સમન્વય છે. તેમની સરખામણીમાં શ્રીલંકાની ટીમ ઘણી ઓછી અનુભવી છે.


વિરાટની 100મી ટેસ્ટ
મોહાલી ટેસ્ટ મેચ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. વિરાટ કોહલી પોતાની ટેસ્ટને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.  લાંબા સમયથી સદી ફટકારી ન શકનાર વિરાટે આ 100મી ટેસ્ટમાં સદી ફટકારશે તેવી પણ શક્યતા છે.