India Tour of Ireland 2022: IPL 2022 બાદ ટીમ ઈન્ડિયા જૂનના છેલ્લા સપ્તાહમાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે. અહીં બંને ટીમો વચ્ચે બે T20 મેચ રમાશે. પ્રથમ મેચ 26 જૂન અને બીજી મેચ 28 જૂને રમાશે. આ બંને મેચ માલાહાઈડમાં રમાશે. ક્રિકેટ આયર્લેન્ડે સોશિયલ મીડિયા પર ભારત-આયર્લેન્ડ T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે.


ભારતની સાથે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પણ આ ઉનાળામાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે. આયર્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકા સામે પણ મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે.






4 વર્ષ પછી આયર્લેન્ડનો પ્રવાસ


ટીમ ઈન્ડિયાએ વર્ષ 2018માં આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં પણ ભારતે આયર્લેન્ડ સામે 2 મેચ રમી હતી. બંને મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. અગાઉ વર્ષ 2007માં ભારતીય ટીમે પ્રથમ વખત આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. બંને ટીમો વચ્ચે એકમાત્ર T20 રમાઈ હતી, જે ભારતીય ટીમે 9 વિકેટે જીતી હતી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચ પણ રમાઈ છે. આ ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાને એકતરફી જીત મળી હતી.


આયર્લેન્ડ પ્રવાસમાં યુવા ખેલાડીઓને મળશે તક!


IPL 2022 પછી અને આયર્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી રમશે. આ શ્રેણી ભારતમાં જ રમાશે. આ શ્રેણીની તમામ મેચો 9 જૂનથી 15 જૂન સુધી રમાશે. અને ત્યારપછી આયર્લેન્ડ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પણ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાની છે. આવા વ્યસ્ત કાર્યક્રમમાં ભારત આયર્લેન્ડ પ્રવાસ માટે યુવા ટીમ મોકલે તેવી શકયતા છે.


આ પણ વાંચોઃ


રશિયન આર્મીએ ખારકિવમાં કર્યું ઉતરાણ, યુક્રેનમાં સૈનિક મોકલશે બેલારુસ


રશિયાએ યુક્રેન હુમલાની મોટી કિંમત ચૂકવવી પડશે, જાણો US રાષ્ટ્રપતિ બાઇડેનના સંબોધનની 10 મોટી વાતો


મોદી સરકારની આ ખેડૂતલક્ષી યોજનામાં ધરતીપુત્રોને ઘરે બેઠા મળશે ફસલ વીમા યોજનાના દસ્તાવેજ, મળશે અનેક ફાયદા