કોલંબોઃ કોરોનાના કારણે પાંચ દિવસ આગળ લંબાવવામાં આવેલી ભારત-શ્રીલંકા વન ડે સીરિઝ આવતીકાલથી શરૂ થશે. સીરિઝની પ્રથમ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. સીનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના નેતૃત્વમાં એક યુવા ભારતીય ટીમ શ્રીલંકાની જમીન પર રમશે.
ટીમ ઈન્ડિયા તેના પ્રમુખ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, જાડેજા અને જસપ્રીત બુમરાહ વગર રમી રહી છે. જ્યારે શ્રીલંકાની ટીમ પણ તેના ટોચના ખેલાડીઓ કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, કુલસ મેંડિસ અને દનુષ્કા ગુણાથિલકા વગર ઉતરી રહી છે. બંને ટીમો પાસે ટી-20 વર્લ્ડકપ પહેલા મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ખેલાડીઓની ક્ષમતા પારખવાનો સોનેરી મોકો છે.
કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે મેચ
સોની સ્પોર્ટ્સ ટૂ પરથી ભારત-શ્રીલંકા વન ડે સીરિઝનું પ્રસારણ થશે. સોની ટેન -2 અને સોની ટેન-2 એચડી પરથી પણ મેચ નીહાળી શકાશે. મેચનું લાઈવ સ્ટ્રિમિંગ સોની લિવ એપ પરથી જોઈ શકાશે
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ 18 જુલાઈના રરોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.
ભારતીય ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન (વિકેટકિપર), યુઝવેંદ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા
નેટ બોલર્સઃ ઈશાન પોરેલ, સંદીપ વારિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર, સિમરજીત સિંહ
શ્રીલંકાની ટીમઃ દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડિ સિલ્વા (વાઇસ કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપે, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વનિન્દુ હસરંગા, આશેન બંડારા, મિનોડ ભાનુકા, લાહિરુ ઉદારા, રમેશ મેંડિસ, ચમિકા કુરણારત્ને, દુષ્મંથા ચનેરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષણ, ઈશાન જયરત્ને, પ્રવીણ જયવિક્રેમા, અસિથ ફર્નાન્ડો, કસુન રજિતા, લાહિરુ કુમારા, ઈસુરુ ઉદાના