Team India Corona Case: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન-ડે સીરિઝ શરૂ થાય તે અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના અનેક ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ સહિત અન્ય કેટલાક ખેલાડીઓના નામ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંન્ને કોરોના પોઝિટીવ આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર કોરોના પોઝિટીવ ખેલાડીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ કોરોના પોઝિટીવ આવ્યા છે. જ્યારે અન્યના નામની પુષ્ટી માટે બીસીસીઆઇની મેડિકલ ટીમના નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડી સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ ઘરે હતા પરંતુ હવે વન-ડે સીરિઝ અગાઉ તમામ ખેલાડીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. એવામાં અહી કોરોના ટેસ્ટ થતા કેટલાક ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે અમદાવાદમાં છ ફેબ્રુઆરીના રોજ રમાશે. જો વધુ ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવશે તો ભારત માટે પ્લેઇંગ-11 ઇલેવન તૈયાર કરવી ખૂબ મુશ્કેલ રહેશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મેચો
વનડે સીરીઝ
પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી
બીજી વનડે- 9 ફેબ્રુઆરી
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી
ટી20 સીરીઝ
પ્રથમ ટી20 - 15 ફેબ્રુઆરી
બીજી ટી20 - 18 ફેબ્રુઆરી
ત્રીજી ટી20 - 20 ફેબ્રુઆરી
ટી-20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.
વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન