IND vs WI: 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. આ પછી, કોલકાતામાં બંને ટીમો વચ્ચે સમાન સંખ્યામાં T20 મેચ રમાશે. વનડેની કેપ્ટનશીપ મળ્યા બાદ રોહિત શર્માની આ પ્રથમ શ્રેણી હશે.  રોહિતનો વેસ્ટ ઈન્ડિઝ  સામે અસલી ટેસ્ટ થશે. આ શ્રેણી પહેલા સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે ભારતીય કેપ્ટન માટે એક ખાસ રેપ ગીત રજૂ કર્યું છે.

સ્ટાર સ્પોર્ટ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી રોહિત શર્મા પર બનેલા આ રેપ ગીતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, નવા યુગની શરૂઆત, “નવા કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે તૈયાર થઈ જાઓ." નવા કેપ્ટન રોહિતને પણ પોતાના પર બનાવેલું આ રેપ ગીત ગમ્યું અને તેને રીટ્વીટ કરીને લખ્યું, “અદ્ભુત રેપ ગીત માટે સ્ટાર સ્પોર્ટ્સનો આભાર. હું મેદાનમાં પરત ફરવા અને ચાહકોના સમર્થનથી પ્રેરણા લેવા માટે તૈયાર છું. કારણ કે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરવા જઈ રહી છે.

રોહિત શર્મા પર બનાવેલ રેપ સોંગ તેના વ્યક્તિત્વ સાથે ખૂબ જ મેચિંગ છે. જો કે, હજુ પણ કેટલાક ચાહકોને 2016માં ભારતમાં T20 વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલીના રેપ ગીત સામે આ વીડિયો ઝાંખો લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ

UP  Elections 2022: 'મારા પાપા નહીં પણ યોગી આદિત્યનાથે છોડવું પડશે લખનઉ', જાણો આ હુંકાર કરનારી યુવતી છે કોણ ?

12 વર્ષની છોકરીને 28 વર્ષના યુવક સાથે થઈ ગયો પ્રેમ, 12 વર્ષના સંબંધ પછી બંને લગ્ન કરવા ઘરેથી ભાગ્યાં ને.......

આ મોડલને કેન્દ્રના ક્યા મંત્રીને ફસાવીને શરીર સુખ માણવાની ફરજ પાડવાનું ઘડાયેલું કાવતરું ? મોડલે શું કર્યું ?

પિલો ફાઇટ બની પ્રોફેશનલ સ્પોર્ટ, પ્રથમ ચેમ્પિયનશિપ યોજાઈ