શાઈ હોપ-નિકોલસ પૂરનની લડત, કુલદીપની હેટ્રિક
388 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે સંભાળીને શરૂઆત કરી હતી. ઓપનરોએ 61 રનની પાર્ટનરશિપ કરી હતી. શાઈ હોપે 85 બોલમાં 78 રન, નિકોલસ પૂરને 47 બોલમાં 75 રન અને કિમો પોલે 42 બોલમાં 46 રન બનાવી ભારતીય બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. શાઈ હોપને 0 રને અને પૂરનને 23 રને જીવતદાન મળ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે હેટ્રિક લીધી હતી. જ્યારે શમીને 39 રનમાં 3 અને જાડેજાને 74 રનમાં 2 સફળતા મળી હતી.
ભારત 387/5, રોહિત-રાહુલની સદી
મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન પોલાર્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કોટરલે 2 વિકેટ લીધી હતી.
પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી
રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલ (102 રન)ની ઓપનિંગ જોડીએ 37 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. શ્રેયસ ઐયરે 32 બોલમાં 52 રન અને રિષભ પંતે 16 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. કેદાર જાધવ 16 રને નોટ આઉટ રહ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો.
ભારતીય ટીમે આજની મેચમાં એક જ ફેરફાર કર્યો છે, કેપ્ટન કોહલીએ શિવમ દુબેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવ્યો છે. કીરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં બે ફેરફાર કર્યા છે, સુનીલ એમ્બ્રિસની જગ્યાએ ઇવિન લૂઇસ અને હેડન વૉલ્શની જગ્યાએ ખેરી પિયરેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યુ છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ.
વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ શાઇ હૉપ (વિકેટકીપર), ઇવિન લૂઇસ, શિમરૉન હેટમેયર, નિકોલસ પૂરન, રૉસ્ટન ચેઝ, કીરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હૉલ્ડર, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, શેલ્ડન કૉટરેલ, ખેરી પીરે.