India vs West Indies 2nd Test 1st Day: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની રમત પૂરી થવા સુધી 4 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરતા અણનમ 87 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 36 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ કેપ્ટનશીપની ઇનિંગ રમતા 80 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડર, ગેબ્રિયલ, કેમર રોચ અને વારિકને એક-એક વિકેટ લીધી હતી.






ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલા દિવસે 84 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. ટીમ માટે રોહિત અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. દરમિયાન યશસ્વીએ 74 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. રોહિતે 143 બોલનો સામનો કરીને 80 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગ્સમાં 9 ફોર અને 2 સિક્સ સામેલ હતી. શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યો નથી. તે 10 રન બનાવીને આઉટ થયો હતો. અજિંક્ય રહાણે 8 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો.


વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. કોહલીએ 161 બોલનો સામનો કરીને અણનમ 87 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજાએ 84 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી અને જાડેજા વચ્ચે 201 બોલમાં 106 રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા રોહિત અને યશસ્વી વચ્ચે સદીની ભાગીદારી પણ થઈ હતી. બંનેએ 139 રનની ભાગીદારી નોંધાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડર, વોરિકન, ગેબ્રિયેલ, કેમર રોચે એક વિકેટ ઝડપી હતી.


રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સદીની ભાગીદારી પૂરી કરી હતી. આ બંનેએ શાનદાર અડધી સદી ફટકારી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. રોહિત અને યશસ્વીએ આની મદદથી એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.