IND vs WI Playing XI: પ્રથમ ટેસ્ટ મેચમાં, ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 141 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. તો બીજી તરફ, હવે બંને ટીમો બીજી ટેસ્ટ માટે પોર્ટ ઓફ સ્પેનમાં આમને-સામને છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે. ફાસ્ટ બોલર મુકેશ કુમાર ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો છે. હાલમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને શ્રેણી 2-0થી પોતાના નામે કરવા ઈચ્છશે. જ્યારે કેરેબિયન ટીમ આ મેચ જીતીને શ્રેણીને બરાબરી પર ખતમ કરવા ઈચ્છશે.


શાર્દુલ ઠાકુર પ્લેઈંગ ઈલેવનમાંથી આઉટ


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને આ જાણકારી આપી. શાર્દુલે છેલ્લી મેચમાં એક વિકેટ લીધી હતી. પરંતુ આ મેચમાં તે કમરના દુખાવાના કારણે રમી રહ્યો નથી.


પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન


 






યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ


પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન


 






ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, જર્મેન બ્લેકવુડ, એલિક એથાનાઝ, જોશુઆ ડા સિલ્વા (ડબલ્યુ), જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમર રોચ, જોમેલ વારિકન, શેનન ગેબ્રિયલ


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial