ભારત vs India vs West Indies, 3rd ODI: ભારતે સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સીરિઝ 3-0થી કબજે કરી છે. વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા માટે આ મોટી જીત હતી. આ હાર સાથે વેસ્ટ ઈન્ડિઝના નામે એક શરમજનક રેકોર્ડ બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ વનડેમાં સતત 9 મેચ હારી છે અને આ તેની સતત બીજી સૌથી વધુ મેચમાં હાર છે. આ પહેલા ટીમ વર્ષ 2005માં સતત 11 વખત હારી હતી.






ત્રિનિદાદમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 225 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26 ઓવરમાં 137 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ ડકવર્થ લુઈસના નિયમ અનુસાર 119 રને જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝની આ સતત 9મી વન-ડે  હાર હતી. આ પહેલા વર્ષ 2005માં તેને 11 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 1999 થી 2000 વચ્ચે તેને સતત 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


વેસ્ટ ઇન્ડિઝ સતત સૌથી વધુ વન-ડેમાં હાર


ફેબ્રુઆરી-ઓગસ્ટ 2005 વચ્ચે 11 મેચમાં હાર


જૂન-જૂલાઇ 2022 વચ્ચે નવ મેચમાં હાર


ઓક્ટોબર 1999-જાન્યુઆરી 2000 વચ્ચે આઠ મેચમાં હાર


જૂલાઇ 2009-ફેબ્રુઆરી 2010 વચ્ચે આઠ મેચમાં હાર


 


RBI MPC Meeting: હજુ વધશે લોનના હપ્તા, RBI 5 ઓગસ્ટે સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે


Gujarat Hooch Tragedy: આ શહેરમાં લઠ્ઠાકાંડની સારવારમાં આવેલા 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા, જાણો વિગત


ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો


Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................