India vs West Indies 3rd ODI, Team India Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. પ્રથમ બે વન-ડે જીતીને રોહિત બિગ્રેડ અગાઉથી જ સીરિઝ જીતી ચૂકી છે. એવામાં ત્રીજી વન-ડે સીરિઝ જીતીને ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ કરવા માંગશે. ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે.
બીજી વન-ડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપ્યા હતા કે શિખર ધવન ત્રીજી વન-ડે મેચમાં ઓપનિંગ કરશે. જ્યારે વિરાટ કોહલીને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી શકે છે. એવામાં ટીમ ઇન્ડિયા સીરિઝ પોતાના નામે કરી શકે છે. એવામાં કેપ્ટન રોહિત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેથને ચેક કરવા માંગશે.
વિરાટ કોહલી સિવાય ઋષભ પંતને પણ ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને કેએલ રાહુલને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. જ્યારે ચોથા નંબર પર કેએલ રાહુલ, પાંચમા નંબર પર શ્રેયસ ઐય્યર અને છઠ્ઠા નંબર પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી શકે છે.
ઝડપી બોલિંગમાં મોહમ્મદ સિરાજના સ્થાને યુવા ઝડપી બોલર આવેશ ખાનને તક મળવાની આશા છે. તે સિવાય શાર્દુલ ઠાકુરના સ્થાને દીપક ચહરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. જ્યારે લાંબા સમય બાદ કુલદીપ યાદવ પણ એક્શનમાં જોવા મળી શકે છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
શિખર ધવન, રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ/વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝર્વેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન.
Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક
Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં
Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'
LIC IPO: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ LIC IPOને મંજૂરી આપી, હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ