નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો અંતિમ અને નિર્ણાયક ટી-20 મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બુધવારે સાંજે 7 કલાકથી મેચ શરૂ થશે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી20માં કોહલીની આક્રમક બેટિંગના સહારે ભારતે જીત મેળવી હતી.


મેચ પહેલા રોહિત શર્માએ કહ્યું કે, કિરોન પોલાર્ડની કેપ્ટનશિપમાં વિન્ડિઝ એક અલગ ટીમ બની ગઈ છે. તે એક ચતુર ખેલાડી છે. પોલાર્ડ પોતાની ટીમ પાસે ઘણી આશા રાખે છે. અમારે આવતીકાલે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે.


ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં લાંબા સમયથી રોહિત અને પોલાર્ડ સામે રમી રહ્યાં છે. પોલાર્ડની પ્રશંસ કરતા રોહિતે કહ્યું કે, તે મેદાન પર ખૂબજ ચતુરાઈથી રણનીતિ બનાવે છે. પરંતુ તેની સાથે રમવાના કારણો મને સારી રીતે ખબર છે કે પોલાર્ડ શું વિચારે છે.


કોણ તોડશે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ ? લારાએ આપ્યા બે ભારતીયોના નામ, જાણો શું કહ્યું

જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત