India vs West Indies 4th T20 Match: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ લોડરહિલ, ફ્લોરિડામાં રમાશે. શનિવારે રમાનારી આ મેચ પહેલા ભારતે અત્યાર સુધી પાંચ મેચોની શ્રેણીમાં માત્ર એક જ મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે બે મેચ જીતીને 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા ચોથી મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરો છેલ્લી મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયા બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. હાર્દિક પંડ્યા ઉમરાન મલિકા અથવા અવેશ ખાનને અજમાવી શકે છે. જો ઉમરાન કે અવેશને તક મળે તો મુકેશ કુમાર કે અર્શદીપ સિંહને આરામ આપવામાં આવી શકે છે. 


બોલરોનું અત્યાર સુધીમાં કંઈ ખાસ પ્રદર્શન નથી


જો છેલ્લી 3 મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોના પ્રદર્શન પર નજર કરીએ તો તે કંઈ ખાસ રહ્યું નથી. કેપ્ટન હાર્દિકે 3 મેચમાં 4 વિકેટ લેવાની સાથે 80 રન આપ્યા  છે. અર્શદીપ સિંહે 98 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 78 રન આપીને 2 વિકેટ લીધી હતી.


ઓપનર શુભમન ગિલ અત્યાર સુધી ફ્લોપ


ટીમ ઈન્ડિયા માટે અત્યારે બેટિંગ પણ ચિંતાનો વિષય છે. જો ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલની વાત કરવામાં આવે તો તે  અત્યાર સુધીની મેચમાં ફ્લોપ રહ્યો છે. શુભમન ગિલે  અત્યાર સુધી 3 T-20 મેચ રમી છે તેમાં તેણે માત્ર 16 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તે માત્ર 2 ચોગ્ગા જ ફટકારવામાં સફળ રહ્યો હતો. જ્યારે સંજુ સેમસનની વાત કરવામાં આવે તો તે પણ કંઈ ખાસ કરી શક્યો નથી. સેમસને 3 મેચમાં 19 રન બનાવ્યા છે. ઈશાન કિશને 2 મેચમાં 33 રન બનાવ્યા હતા. તેથી તેમના સ્થાને યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી હતી.



સંભવિત પ્લેઇંગ ઇલેવન -


ભારત: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટ કિપર), કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર/ઉમરાન મલિક


વેસ્ટ ઈન્ડિઝ: બ્રૈંડન કિંગ, કાઈલ મેયર્સ, જોનસન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટ કિપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર/રોસ્ટન ચેઝ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મૈકોય.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial