હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6ઠ્ઠી ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 સીરિઝની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. T20 રેંકિંગમાં ટીમ ઈન્ડિયા પાંચમા અને વેસ્ટ ઈન્ડિઝ 10માં નંબર પર છે.


કેવું રહેશે હવામાન

છેલ્લા બે દિવસથી હૈદરાબાદમાં વરસાદ હોવા છતાં આવતીકાલની મેચમાં વિધ્ન નહીં નડે તેવી શક્યતા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે હૈદરાબાદમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.



કેટલા વાગે શરૂ થશે મેચ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.00 કલાકથી ભારત-વેસ્ટ ઈન્ડિઝનો T20 મુકાબલો શરૂ થશે. સાંજે 6.30 કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ અને DD ઈન્ડિયા પરથી નીહાળી શકાશે. જ્યારે લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે.

પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા બાદ શહેરમાં પ્રથમ મેચ યોજાશે. અઝહરે કહ્યું, આ મારા માટે એક નવો અનુભવ હશે. ઘણા વર્ષોથી હું સ્ટેડિયમમાં આવતો હતો, રમતો હતો કે નેતૃત્વ કરતો હતો અને મેચ બાદ હોટલમાં જતો હતો. જ્યાંથી રમતો હતો તે મેદાન પર મેચનું આયોજન એક નવો અનુભવ છે.



વનડે સીરીઝ....
ટી20 વનડે- 6 ડિસેમ્બર, 2019 - હૈદરાબાદ
ટી20 વનડે- 8 ડિસેમ્બર, 2019 - તિરુવનંતપુરુમ
ટી20 વનડે- 11 ડિસેમ્બર, 2019 - મુંબઇ

ભારતીય ટીમઃ- રોહિત શર્મા, સંજૂ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત, શિવમ ડુબે, વૉશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.

વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- ફેબન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, શેલ્ડન કૉટરેલ, ઇવિન લૂઇસ, શેરફેન રદરફોર્ડ, શિમરન હેટમેયર, ખેરી પિયરે, લિન્ડસ સિમન્સ, જેસન હૉલ્ડર, કીરોન પોલાર્ડ, હેડેન વૉલ્શ, કીમો પૉલ, નિકોલસ પૂરન, કેસરિક વિલિયમ્સ.