નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રણ ટી20 મેચોની સીરીઝની શરૂઆત થવાની છે. વિરાટ સેના પોતાના વિજયી અભિયાનને ચાલુ રાખવા માટે જીત સાથે પ્રારંભ કરવા ઇચ્છશે, તો કેરેબિયન ટીમ પણ ભારતીય ધરતી પર ટી20 સીરીઝમાં ભારતને હરાવવા કમર કસશે. જાણો ક્યાંથી કેટલા વાગે થશે પ્રથમ ટી20 મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટી20 આજે ગુરુવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


પ્રથમ ટી20 ભારતમાં સાંજે 7 વાગે શરૂ થશે, જેનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર દેખાડવામાં આવશે, Star Sports 1 SD/HD, Star Sports 1 Hindi SD/HD પર લાઇવ બ્રૉડકાસ્ટિંગ થશે. ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પણ લાઇવ મેચ જોઇ શકાશે.



પ્રથમ ટી20 મેચ ઓનલાઇન જોવી હોય તો તમે હૉટસ્ટાર પર જઇ શકો છો.

ભારતીય ટીમઃ- રોહિત શર્મા, સંજૂ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત, શિવમ ડુબે, વૉશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.

વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- ફેબન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, શેલ્ડન કૉટરેલ, ઇવિન લૂઇસ, શેરફેન રદરફોર્ડ, શિમરન હેટમેયર, ખેરી પિયરે, લિન્ડસ સિમન્સ, જેસન હૉલ્ડર, કીરોન પોલાર્ડ, હેડેન વૉલ્શ, કીમો પૉલ, નિકોલસ પૂરન, કેસરિક વિલિયમ્સ.