World Cup 2023 Schedule IND vs PAK: વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ICC ટૂંક સમયમાં તેના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત-પાક મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. હાલમાં જ બંને દેશો વચ્ચેની મેચની તારીખ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત-પાકિસ્તાન મુકાબલો ?


વર્લ્ડ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાઈ શકે છે. આ પછી ભારત 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ દિલ્હીમાં યોજાશે. ભારત 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ પુણે માટે સુનિશ્ચિત થઈ શકે છે.


છેલ્લે 2013માં ICC ટાઇટલ જીત્યું હતું


ભારતીય ટીમે 2013માં છેલ્લું ICC ટાઈટલ જીત્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ફાઈનલ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 5 રને જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ WTC ફાઇનલ 2023 સહિત ભારતીય ટીમ અત્યાર સુધીમાં 9 ICC ટૂર્નામેન્ટ રમી ચૂકી છે. આ તમામ 9 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ 4 વખત ફાઈનલ અને 4 વખત સેમિફાઈનલમાં પહોંચી છે. જ્યારે 2021 T20 વર્લ્ડ કપમાં એક વખત ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમના નામે હવે 6 વખત ICC ફાઇનલમાં હારવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ઈંગ્લેન્ડની ટીમને પણ આટલી જ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે હવે આ યાદીમાં સંયુક્ત રીતે ઇગ્લેન્ડની ટીમની બરાબરી કરી લીધી છે.


ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ 2023 શેડ્યૂલ:


ભારત વિ ઓસ્ટ્રેલિયા - 8 ઓક્ટોબર, ચેન્નાઈ


ભારત વિ અફઘાનિસ્તાન - 11 ઓક્ટોબર, દિલ્હી


ભારત વિ પાકિસ્તાન - 15 ઓક્ટોબર, અમદાવાદ


ભારત વિ બાંગ્લાદેશ - 19 ઓક્ટોબર, પુણે


ભારત વિ ન્યુઝીલેન્ડ - 22 ઓક્ટોબર, ધર્મશાલા


ભારત vs ઈંગ્લેન્ડ - 29 ઓક્ટોબર, લખનૌ


ભારત વિ ક્વોલિફાયર ટીમ - 2 નવેમ્બર, મુંબઈ


ભારત વિ દક્ષિણ આફ્રિકા - 5 નવેમ્બર, કોલકાતા


ભારત વિ ક્વોલિફાયર ટીમ - 11 નવેમ્બર, બેંગ્લોર