IND vs WI, Team India Squad: ઓલરાઉન્ડર શાહરૂખ ખાન અને તેના તમિલનાડુના સાથી ખેલાડી આર સાઇ કિશોરને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આગામી છ મેચ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓના રૂપમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
શાહરૂખ અને સાઇ કિશોર બંન્ને તમિલનાડુના ખેલાડી છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ આ નિર્ણય લીધો છે. બીસીસીઆઇના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે હા શાહરૂખ અને સાઇ કિશોરને વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ માટે સ્ટેન્ડબાય ખેલાડીના રૂપમાં બોલાવવામાં આવ્યા છે. તે ટીમના મુખ્ય ખેલાડીઓ સાથે બાયો બબલમાં પ્રવેશ કરશે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ છ ફેબ્રુઆરીથી અમદાવાદમાં શરૂ થશે. જ્યારે ટી-20 સીરિઝ કોલકત્તામાં રમાશે. સ્પિનર સાઈ કિશોર બીજી વખત ટીમ ઈન્ડિયા સાથે જોડાવા જઈ રહ્યો છે. ગયા વર્ષે રાહુલ દ્રવિડના નેતૃત્વમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન તે નેટ બોલરના રૂપમાં જોડાયો હતો. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના કારણે શાહરૂખ પણ આ સિઝનમાં મુખ્ય ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર હતો.
શાહરૂખે કર્ણાટક સામે મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલ મેચમાં છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. એ જ રીતે, તેણે વિજય હજારે ટ્રોફીમાં ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક સામે 39 બોલમાં 79 રન બનાવ્યા હતા અને હિમાચલ પ્રદેશ સામે ફાઇનલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય વન-ડે ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન
વનડે સીરીઝ
પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી (અમદાવાદ)
બીજી વનડે- 9 ફેબ્રુઆરી (અમદાવાદ)
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી (અમદાવાદ)
ટી20 સીરીઝ
પ્રથમ ટી20 - 15 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
બીજી ટી20 - 18 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
ત્રીજી ટી20 - 20 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
ભારતીય ટી-20 ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.