IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ 46 રનમાં સમેટાઈ ગઇ છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કેપ્ટન રોહિત શર્માનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. વાદળછાયા વાતાવરણમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પત્તાની જેમ છૂટા પડીને ધરાશાયી થઇ ગઇ હતી. ટીમના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. ઋષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જાયસ્વાલે 13 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો અને જસપ્રીત બુમરાહ એક રન બનાવીને આઉટ થયો હતો.
46 રન એ ભારતનો ટેસ્ટમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. ભારતે ન્યૂઝીલેન્ડ દ્વારા બે વર્ષ પહેલા બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો. 2021માં વાનખેડે ખાતે કિવી ટીમ 62 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઘરઆંગણે ભારતનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. 37 વર્ષ પહેલા એટલે કે 1987માં ભારતે દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 75 રન બનાવ્યા હતા. વળી, ન્યૂઝીલેન્ડ સામે પણ આ ભારતનો સૌથી ખરાબ સ્કોર છે. આ પહેલા 1976માં ટીમ ઈન્ડિયાએ વેલિંગ્ટનમાં કિવી વિરુદ્ધ 81 રન બનાવ્યા હતા.
ટેસ્ટમાં ભારતના સૌથી ઓછા સ્કૉર
સ્કૉર | કઇ ઇનિંગ | વિરૂદ્ધ | મેદાન | વર્ષ |
36 | 3 | ઓસ્ટ્રેલિયા | એડિલેડ | 2020 |
42 | 3 | ઇંગ્લેન્ડ | લૉર્ડ્સ | 1974 |
58 | 2 | ઓસ્ટ્રેલિયા | બ્રિસ્બેન | 1947 |
58 | 2 | ઇંગ્લેન્ડ | માન્ચેસ્ટર | 1952 |
66 | 4 | દક્ષિણ આફ્રિકા | ડરબન | 1996 |
67 | 3 | ઓસ્ટ્રેલિયા | મેલબૉર્ન | 1948 |
75 | 1 | વેસ્ટ ઇન્ડિઝ | દિલ્હી | 1987 |
76 | 1 | દક્ષિણ આફ્રિકા | અમદાવાદ | 2008 |
78 | 1 | ઇંગ્લેન્ડ | લીડ્સ | 2021 |
81 | 4 | વેસ્ટ ઇન્ડિઝ | બ્રિઝટાઉન | 1997 |
81 | 3 | ન્યૂઝીલેન્ડ | વેલિંગ્ટન | 1976 |
82 | 3 | ઇંગ્લેન્ડ | માન્ચેસ્ટર | 1952 |
83 | 4 | ઇંગ્લેન્ડ | ચેન્નાઇ | 1977 |
ટેસ્ટમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2020માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 36 રને આઉટ થઈ ગઈ હતી. વળી, 1974માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં કોઈપણ વ્યક્તિ દ્વારા એકંદરે 10મો સૌથી ઓછો સ્કોર છે. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેની ટેસ્ટમાં 100 વિકેટ પણ પૂરી થઈ ગઈ. 23 વર્ષના ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રર્કે ચાર વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને એક વિકેટ મળી હતી.
આ પણ વાંચો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી શુભમન ગીલે કેમ કરાયો બહાર, BCCIએ કર્યો ખુલાસો