India vs New Zealand 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઇ રહી છે. શુભમન ગીલ આ મેચનો ભાગ નથી. તે ટીમ ઈન્ડિયાની આજે રમી રહેલી મેચમાં પ્લેઇંગ ઇલેવનની બહાર છે. ભારતના ક્રિકેટ બોર્ડે આ અંગે હવે મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું છે કે, શુભમન ગીલને પ્રથમ ટેસ્ટમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યો છે. શુભમનને તેની ગળામાં સમસ્યા હોવાના કારણે પ્રથમ ટેસ્ટ માટે પસંદગી થઇ નથી. તેની ગેરહાજરીમાં ટીમમાં મીડિલ ઓર્ડર બેટ્સમેન સરફારાઝ ખાનને સમાવવામાં આવ્યો છે.


બીસીસીઆઈએ ટૉસ પછી એક્સ પર પૉસ્ટ શેર કરી હતી. બૉર્ડે કહ્યું કે શુભમન ગીલને તેની ગળામાં સમસ્યા છે. આ કારણોસર તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં રમી રહ્યો નથી. શુભમને કેટલીય મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ સંપૂર્ણ રીતે ફિટ ના હોવાને કારણે તેઓ બેંગલુરુ ટેસ્ટની બહાર છે. 


શુભમન ગીલની જગ્યાએ સરફરાજ ખાનને મળ્યો મોકો - 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુ ટેસ્ટ ગઇકાલથી બુધવારથી શરૂ થવાની હતી પરંતુ વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સંપૂર્ણપણે ધોવાઇ ગઈ હતી. તેથી હવે આજે બીજા દિવસે ટૉસ થયો અને મેચ શરૂ થઇ હતી. પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ પણ ઇન્ડોર પ્રેક્ટિસ કરી હતી.


ગુરુવારે બેંગલુરુમાં હવામાનની પેટર્ન


Accuweather.com અનુસાર, ગુરુવારે (17 ઓક્ટોબર) બેંગલુરુમાં વરસાદની સંભાવના 40 ટકા સુધી રહેશે. આ દિવસે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. પવનની ઝડપ 32 કિમી પ્રતિ કલાકની રહેશે.


મેચના ત્રીજા દિવસે એટલે કે 18 ઓક્ટોબરે મહત્તમ વરસાદ થવાની સંભાવના છે. આ દિવસે 67 ટકા સુધી વરસાદની સંભાવના છે. જ્યારે મેચના ચોથા દિવસે વરસાદની સંભાવના 25 ટકા અને છેલ્લા દિવસે 40 ટકા રહેશે.


બેંગલુરુમાં 17 થી 20 ઓક્ટોબર સુધી વરસાદ


તારીખ: વરસાદની સંભાવના


17,ઑક્ટોબર: 40 ટકા


18,ઑક્ટોબર: 67 ટકા


19, ઑક્ટોબર: 25 ટકા


20, ઑક્ટોબર: 40 ટકા     


આ પણ વાંચો


IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી