India vs New Zealand 3rd T20I:  ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ માત્ર 66 રનમાં જ ઓલઆઉટ થઈ  ગઈ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ લીધી હતી.