IND vs WI 1st ODI: ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વનડેમાં છેલ્લી ઓવરમાં 3 રનથી જીત હાંસલ કરી, આ મેચમાં આટલો મોટો સ્કૉર બનાવવા છતાં ભારતીય ટીમની હાર લગભગ નિશ્ચિત થઇ ગઇ હતી, પરંતુ છેલ્લી ઓવરમાં સિરાજ અને સંજૂ સેમસને કમાલ કર્યો અને શિખરની સેનાને જીત મળી શકી હતી. છેલ્લી ઓવરનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
છેલ્લી ઓવરમાં ભારતને બચાવવાના હતા 15 રન -
ખરેખરમાં, 50મી ઓવરમાં ભારતીય ટીમ લગભગ હારની નજીક પહોંચી ચૂકી હતી, વેસ્ટ ઇન્ડિઝ ટીમને માત્ર 6 બૉલમાં 15 રન બનાવવાના હતા, પરંતુ આ સમયે કેપ્ટન શિખર ધવને બૉલિંગમાં યુવા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને ઉતાર્યો અને વિન્ડિઝ 15 રન ના બનાવી શકી. આ ઓવરમાં એક કમાલ જોવા મળ્યો, સંજૂ સેમસને શાનદાર ડાઇવ લગાવીને રન બચાવ્યા અને આ કારણે વિન્ડિઝની હાથમાંથી મેચ નીકળી ગઇ હતી.
309 રનોના ટાર્ગેટનો પીછો કરતા વિન્ડિઝની ટીમે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 294 રન બનાવી લીધા હતા, અહીંથી ટીમને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, અને ક્રીઝ પર રોમારિયા શેફર્ડ 31 અને અકીલ હુસેન 32 રન બનાવીને રમી રહ્યાં હતા.
સિરાજની છેલ્લી ઓવરનો રોમાંચ -
પહેલો બૉલ - એકીલ રન ના લઇ શક્યો.
બીજો બૉલ - અકીલે એક રન લીધો.
ત્રીજો બૉલ - શેફર્ડે ચોગ્ગો ફટકાર્યો.
ચોથો બૉલ - શેફર્ડે બે રન બનાવ્યા.
પાંચમો બૉલ - વાઇડનો એક રન મળ્યો.
પાંચમો બૉલ - શેફર્ડે બે રન લીધા.
છઠ્ઠો બૉલ - શેફર્ડ બાયનો એક રન લઇ શક્યો.