India Women vs Australia Women: ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 16 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ રેણુકા સિંહને સુપર ઓવરમાં બોલિંગ કરવાની તક આપી હતી. તેણે જવાબદારી સારી રીતે નિભાવી.
ભારતે બીજી T20 જીતીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતી હતી.
સુપર ઓવરમાં રોમાંચક
સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. અને રિચાએ પણ સિક્સર ફટકારી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1 વિકેટ ગુમાવીને 16 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે સુપર ઓવરમાં રોમાંચક વિજય નોંધાવ્યો હતો.
રિચા-મંધાનાએ જોરદાર પરફોર્મન્સ આપ્યું
ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. શેફાલીએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 23 બોલનો સામનો કરીને 34 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જેમિમા રોડ્રિગ્ઝ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 21 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 22 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
સ્મૃતિ મંધાનાએ 49 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્મા 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અંતે રિચા ઘોષ અને દેવિકા વૈદ્યઓ મેચ ટાઈ કરાવી હતી. દેવિકાએ 5 બોલનો સામનો કર્યો અને અણનમ 11 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. 13 બોલનો સામનો કરીને રિચાએ 3 સિક્સરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. આ પછી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. ભારતે 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા માટે તાહિલા-બેથ તોફાની પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન બેથ મૂની અને તાહિલા મેકગ્રાએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તાહિલાએ 51 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. મૂનીએ 54 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. હિલી 25 રન બનાવીને પરત ફર્યો હતો. આ દરમિયાન ભારત તરફથી દીપ્તિ શર્માએ એકમાત્ર વિકેટ લીધી હતી.