મુંબઈઃ ભારતે 2011માં વર્લ્ડકપ જીત્યો એ ઘટનાને દસ વર્ષ પૂરા થયાં છે. ભારતે 2011 વર્લ્કપની ફાઈનલ મેચ શ્રીલંકાને હરાવીને જીતી હતી. આ મેચમાં ભારતીય ટીમે શરૂઆતના આંચકાને પચાવીને ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેટિંગના સહારે જીત નોંધાવીને બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. ભારતના ક્રિકેટ ઈતિહાસના સૌથી યાદગાર વિજયોમાં વર્લ્ડકપ ફાઈનલ વિજય એક છે પણ આ વિજય અંગે વિવાદ સર્જવાનો પ્રયાસ પણ
શ્રીલંકાને 1996 વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપને સમર્થન આપ્યું હતું અને તપાસની માગ કરી હતી. સૌથી પહેલાં લંકાન ભૂતપૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુધગામેગેએ આ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્લ્ડકપમાં રમનારા શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. 2011 વર્લ્ડકપમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સાંગાકારાએ કહ્યું હતું કે, મહિદાનંદાએ ફિક્સિંગ અંગે તેમની પાસે જે પણ પૂરાવા હોય તે લઈને આઈસીસી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમની પાસે લઈને જવું જોઈએ. જેથી કેસની વિસ્તૃત તપાસ થઈ શકે.’
શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ પણ આ મેચની તપાસના આદેશ આપ્યા હતા. રમત સચિવ કે રૂવાનચંદ્રાએ રમત પ્રધાનના આદેશ પર મંત્રાલયની તપાસ એકમ સામે ફરિયાદ નોંધાવી હતી.
ભૂતપૂર્વ રમત મંત્રી મહિનાનંદાએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારતને વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ફિક્સ હતી. જો કે ફાઈનલ મેચમાં સેન્ચુરી લગાવનાર મહેલા જયાવર્ધને પણ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી હતી અને આ વિવાદોથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું કે, શું ચૂંટણી નજીક આવી ગઈ છે? કે આ સર્કસ શરૂ થઈ ગયું છે. નામ અને પૂરાવા?
IPL 2021: અશક્ય છે આઈપીએલના આ રેકોર્ડ્સ તોડવા ! આંકડા જાણીને ચોંકી જશો