Ravi Ashwin Test Record: રવિ અશ્વિને ડોમિનિકા ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર તેગનારાયણ ચંદ્રપોલને બોલ્ડ કર્યો હતો. રવિ અશ્વિનની બોલ પર તેગનારાયણ ચંદ્રપોલ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સાથે જ આ રીતે રવિ અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, રવિ અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં પિતા અને પુત્ર બંનેને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અગાઉ વર્ષ 2011માં રવિ અશ્વિને તેગનારાયણ ચંદ્રપોલના પિતા શિવનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યા હતા. હવે શિવનારાયણ ચંદ્રપોલના દીકરા તેગનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો.










રવિ અશ્વિન પ્રથમ ભારતીય બોલર બન્યો


રવિ અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર છે. આ પહેલા કોઈ ભારતીય બોલરે ટેસ્ટ ફોર્મેટમાં પિતા-પુત્રને આઉટ કર્યા નથી. વાસ્તવમાં તેગનારાયણ ચંદ્રપોલના પિતા શિવનારાયણ ચંદ્રપોલ વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી રહી ચૂક્યા છે. શિવનારાયણ ચંદ્રપોલે ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું છે. શિવનારાયણ ચંદ્રપોલે વેસ્ટ ઈન્ડિઝ માટે 164 ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે આ ખેલાડીએ 268 વનડેમાં કેરેબિયન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે 22 ટી20 મેચ રમી હતી.






અશ્વિને હરભજનની બરાબરી કરી


અશ્વિને કુલ 33 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમાં અશ્વિને પાંચમી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. આ મામલામાં તેણે પૂર્વ અનુભવી સ્પિનર ​​હરભજન સિંહની બરાબરી કરી હતી.


અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂર્ણ કરી 700 વિકેટ


અશ્વિને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ત્રીજી વખત એક દાવમાં પાંચ વિકેટ લીધી હતી. આ મામલામાં તે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. અશ્વિને સુભાષ ગુપ્તે, અનિલ કુંબલે, હરભજન સિંહ અને ઈશાંત શર્માની બરાબરી કરી હતી. અશ્વિને આંતરરાષ્ટ્રીય મેચો (ટેસ્ટ, ODI અને T20)માં તેની કુલ 700 વિકેટ પણ પૂરી કરી હતી. તેની પાસે હવે 702 વિકેટ છે. આવું કરનાર તે ત્રીજો ભારતીય બોલર છે. હરભજન સિંહ (711) અને અનિલ કુંબલે (956) અશ્વિનથી આગળ છે.