Kedar Jadhav Father Missing: ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થઈ ગયા છે. કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે આજે સવારે કોથરુડ વિસ્તારમાં હતા પરંતુ ત્યારથી તે ગાયબ છે. કોથરુડ વિસ્તાર મહારાષ્ટ્રના પુણે શહેરનો વિસ્તાર છે. જોકે અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
પુણે શહેરના કોથરુડ વિસ્તારમાંથી ગુમ થયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે. તેઓ છેલ્લીવાર આજે સવારે પુણે શહેરના કોથરૂડ વિસ્તારમાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારથી તે ગુમ છે. જોકે, અલંકાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસ ગુમ થયેલા મહાદેવ જાધવને શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સુરાગ મળ્યો નથી. હવે પુણે પોલીસના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ ગુમ છે, જેને પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી.
કેદાર જાધવે ભારત માટે ODI અને T20 મેચ રમી છે
કેદાર જાધવની કારકિર્દીની વાત કરીએ તો આ ખેલાડીએ 73 વનડે સિવાય 9 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય કેદાર જાધવે IPLમાં 93 મેચ રમી છે. જો કે કેદાર જાધવ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી. હાલ કેદાર જાધવ ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે.
KKR New Captain, IPL 2023: KKRને મળ્યો નવો કેપ્ટન, અય્યરનું સ્થાન લેશે આ બેટ્સમેન
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે. શ્રેયસ અય્યરના સ્થાને નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે અય્યર IPLની 16મી સિઝનનો ભાગ બની શકશે નહીં.
નીતિશ રાણા 2018 થી KKR સાથે જોડાયેલા છે. જો કે અગાઉ KKRના નવા કેપ્ટન તરીકે શાર્દુલ ઠાકુર, નરેન અને રસેલના નામ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેનમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. આ પહેલીવાર હશે જ્યારે રાણા IPLમાં કોઈ ટીમની આગેવાની કરતો જોવા મળશે.