Jasprit Bumrah Injury: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. આ ફાસ્ટ બોલરે માર્ચ 2023માં ન્યૂઝીલેન્ડમાં તેની સર્જરી કરાવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરથી તે ક્રિકેટ રમી રહ્યો નથી. જસપ્રીત બુમરાહ IPL 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી શક્યો ન હતો. તે આખી સિઝનમાંથી બહાર હતો. ભારતીય ચાહકો જસપ્રિત બુમરાહના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે જસપ્રિત બુમરાહની વાપસીની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે.
જસપ્રિત બુમરાહે શૂઝની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
જસપ્રીત બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જસપ્રીત બુમરાહે શૂઝની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે હેલો ફ્રેન્ડ, અમે ફરી મળીશું... જસપ્રીત બુમરાહની પોસ્ટ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે જલ્દી જ મેદાન પર ક્રિકેટ રમતો જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
જસપ્રીત બુમરાહ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય
ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે પરંતુ આ સિઝનમાં તે ઈજાના કારણે રમી શક્યો નથી. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 7 જૂનથી રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર રહેશે. બંને ટીમો વચ્ચેની મેચ ઓવલ મેદાન પર રમાશે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ વખતે વનડે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. આવામાં ટીમ ઇન્ડિયા પોતાના આ સ્ટાર બૉલરને વર્લ્ડકપ પહેલા ફિટ થતો જોવા માંગે છે. જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બૉલર છે, તે વર્લ્ડકપમાં ભારતની જીતનો સૌથી મોટી પ્લેયર બની શકે છે.
ભારતના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની પીઠની ઇજાના કારણે પરેશાન છે. આ પરેશાનીને દુર કરવા તેણે પીઠનો સર્જરી ન્યૂઝીલેન્ડમાં જઇને કરાવી હતી.