Sunil Gavaskar Reaction On CSK vs GT Final: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ રવિવારે IPL 2023 ટાઈટલ મેચમાં આમને-સામને હશે. જો કે આ મેચ પહેલા પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે તેઓ કઈ ટીમને ચેમ્પિયન બનતા જોવા માંગે છે. લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે ગુજરાત ટાઇટન્સ એક શાનદાર ટીમ છે, પરંતુ મારું દિલ ઇચ્છે છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ ચેમ્પિયન બને. તેમણે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે ખિતાબ જીતે. સાથે તેણે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ મારી ફેવરિટ ટીમ છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ મારી બીજી ફેવરિટ ટીમ છે.


હું ઈચ્છું છું કે મહેન્દ્ર સિંહ ધોની એકવાર IPL ટ્રોફી ઉપાડે - સુનીલ ગાવસ્કર


સુનીલ ગાવસ્કરે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ હંમેશા મારી બીજી ફેવરિટ ટીમ રહી છે, પરંતુ મારી સૌથી ફેવરિટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે. જોકે, મારું દિલ ઇચ્છે છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ની ફાઇનલ મેચ જીતે. હું ઈચ્છું છું કે મહેન્દ્ર સિંહ ધોની એકવાર IPL ટ્રોફી ઉપાડે. તેમણે કહ્યું કે જો આવું થાય તો મને ગમશે. આ સાથે જ તેમણે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાર સાબિત કર્યું કે તમે ઠંડા સ્વભાવ અને શાંત મનથી નિર્ણય લઈને સફળ થઈ શકો છો.


ગુજરાત ટાઇટન્સ સિઝનની શ્રેષ્ઠ ટીમ છે - સુનીલ ગાવસ્કર


સુનીલ ગાવસ્કરના મતે  હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સિઝનની શ્રેષ્ઠ ટીમ છે કારણ કે આ ટીમમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ છે. ખાસ કરીને, શુભમન ગિલ જે રીતે ઓપનિંગ કરી રહ્યો છે તે પ્રશંસનીય છે.  નોંધપાત્ર રીતે  ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો રવિવારે IPL 2023 ની ટાઇટલ મેચમાં ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. 


IPL 2023 (IPL 2023)ની ટાઈટલ મેચ 28 મેના રોજ અમદાવાદના આંગણે રમાશે. આ શાનદાર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


ગુજરાત ટાઈટન્સની ટીમ ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની ટીમને ચેન્નઈ સુપર કિંગ્સે હાર આપી હતી. ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલ ફાઇનલમાં એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે. શુભમન ગિલે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ઉપરાંત, આ ખેલાડીએ 3 વખત સદી ફટકારી છે.