નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ભારતના વધુ એક ક્રિકેટરને પ્રમૉશન આપીને એમ્પાયરોની પેનલમાં સામેલ કરી દીધો છે. ભારતના કેએન.અનંતપદ્મનાભનને આઇસીસી આંતરરાષ્ટ્રીય એમ્પ્યાયરોની પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા નીતિન મેનને એલિટ પેનલમાં જગ્યા આપવામાં આવી હતી. કેરલાના પૂર્વ સ્પિનર હજુ પણ શમશુદ્દીન, અનિલ ચૌધરી અને વિરેન્દર શર્માની સાથે આ પેનલમાં ભારતીય એમ્પાયર હશે, તે આઇપીએલ સહિત તમામ ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં એમ્પાયરિંગ કરે છે.
કેએન.અનંતપદ્મનાભનને આના પર પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, તેના માટે આ એક સપનુ છે, જે સાચુ થવા જેવુ છે, કેરાલાના પૂર્વ કેપ્ટનનું કહેવુ છે કે હું આને પ્રાપ્ત કરીશ અને હું બહુ જ ખુશ છું, મે દેશ માટે રમવાનુ મિસ કર્યુ છે. તે સમયે દેશના સૌથી મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેએ પોતાનો દબદબો જમાવી રાખ્યો હતો. અમે લગભગ એક સમયમાં જ રમી રહ્યાં હતા, અને દેશ માટે રમવામાં હુ અસફળ રહ્યો.
એમ્પાયરિંગમાં આવ્યા પહેલા કેએન.અનંતપદ્મનાભન કેરાલા માટે 105 પ્રથમ ક્ષેણી મેચ રમી છે. તેને પોતાની કેરિયરની શરૂઆત 1988-89થી કરી, અને 2003-04 સુધી તે રમી રહ્યો હતો. તે 1998માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇન્ડિયા-એ તરફથી પણ રમ્યો હતો.
કેએન.અનંતપદ્મનાભનએ કહ્યું કે, મને ખબર હતી કે હુ આમાં જગ્યા બનાવીશ, કેમકે આઇસીસી દ્વારા પોતાના કૌશલ્યને નિખારવા માટે ઘણા મોકો આપવામાં આવ્યા હતા.
ભારતના આ ક્રિકેટરને મળી આઇસીસી ઇન્ટરનેશનલ એમ્પાયરોની પેનલમાં જગ્યા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 12:52 PM (IST)
ભારતના કેએન.અનંતપદ્મનાભનને આઇસીસી આંતરરાષ્ટ્રીય એમ્પ્યાયરોની પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા નીતિન મેનને એલિટ પેનલમાં જગ્યા આપવામાં આવી હતી. કેરલાના પૂર્વ સ્પિનર હજુ પણ શમશુદ્દીન, અનિલ ચૌધરી અને વિરેન્દર શર્માની સાથે આ પેનલમાં ભારતીય એમ્પાયર હશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -