નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા દુબઈમાં રમાનારી IPL 2020ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આજે આ જણાવ્યું હતું. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા યુએઈમાં રમાનારી આઈપીએલ 2020ના ટાઇટલ સ્પોન્સરશિપ માટે કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.


જે પણ કંપની આઈપીએલ ટાઈટલ સ્પોનરશિપ ખરીદવા માંગતી હોય તેમનું વાર્ષિક ટર્નઓવર 300 રૂપિયા હોવું જોઈએ. ટાઈટલ સ્પોનરશિપ ખરીદનારી કંપનીને 18 ઓગસ્ટ, 2020થી લઈ 31 ડિસેમ્બર, 2020 સુધીના અધિકાર આપવામાં આવશે. બીસીસીઆઈના જણાવ્યા મુજબ જે પણ કંપની કે પાર્ટી બોલી લગાવવા ઈચ્છતી હોય તેમણે 14 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીમાં બોર્ડને જાણ કરી દેવી પડશે.



ચાઈનીઝ મોબાઈલ કંપની વીવો સાથે કરાર સમાપ્ત થયા બાદ બીસીસીઆઈ નવા ટાઈટલ સ્પોન્સર શોધી રહી છે. વીવો સાથે 440 કરોડ રૂપિયાનો કરાર હતો, પરંતુ ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવના કારણે ચાલુ વર્ષે રદ્દ કરી દેવામાં આવ્યો છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું, વીવો અલગ થવાથી કોઈ ઝટકો નથી લાગ્યો. અનેક કંપનીઓ પહેલા જ રસ દાખવી ચુકી છે. જે પણ કંપની પછી તે ભારતીય હોય કે વિદેશી, સૌથી વધારે બોલી લગાવશે તેને અધિકાર મળશે. આ પ્રક્રિયા 18 ઓગસ્ટ સુધી પૂરી કરી દેવામાં આવશે.

ટાઇટલ સ્પોન્સરશિપ આઈપીએલની રેવન્યૂનો મહત્વનો હિસ્સો છે. જેનો અડધો હિસ્સો તમામ આઠ ફ્રેન્ચાઇઝીને સરખા ભાગે વહેંચવામાં આવે છે. વીવોએ 2018 થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (પ્રતિ વર્ષ 440 કરોડ રૂપિયા)માં આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હાંસલ કર્યું હતું. આગામી વર્ષે વીવી મુખ્ય સ્પોન્સર તરીકે પરત ફરી શકે છે.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે કયા IAS અધિકારીને અપાયું પ્રમોશન, જાણો વિગત

ગુજરાતમાં આજે 1056 કેસ નોંધાયા,  20નાં મોત, રાજ્યમાં 14,170 એક્ટિવ કેસ