નવી દિલ્હીઃ પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાઇ ગયો, પીએ મોદીએ પહેલી ઇંટ મુકીને નિર્માણ કાર્ય શરૂ કરાવ્યુ હતુ. આ પ્રસંગે દેશ વિદેશથી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. હવે પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ મોટુ નિવેદન આપ્યુ છે. દાનિશ કનેરિયા ભારતમાં અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરવા ઇચ્છે છે. ખાસ વાત છે કે ભૂમિ પૂજન બાદ દાનિશ કનેરિયાએ આને હિન્દુઓ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.
પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, જો ભગવાન રામે તેનો બોલાવ્યો હશે તેમને બોલાવ્યો હશે તો તે જરૂર અયોધ્યા જશે, અને રામ લલાના દર્શન કરશે. દાનિશ કનેરિયાએ કહ્યું કે, ધાર્મિક વ્યક્તિ હોવાના કારણે હું હિન્દુ ધર્મ અને રામ ભગવાનને ફોલો કરુ છું, રામ ભગવાનને હું બહુજ માનુ છું, અને તેના બતાવેલા રસ્તાઓ પર ચાલવાની કોશિશ કરુ છું, બાળપણમાં મે રામાયણ જોઇ છે, અને રામ ભગવાન અને તેના જીવનના આદેશને હુ પુજુ છું.
રામ મંદિર બન્યા બાદ દર્શન કરવા ભારત જવાના સવાલ પર દાનિશ કનેરિયાએ કહ્યું- જુઓ, જો રામ ભગવાન ઇચ્છશે તો અને તેમનો બુલાવો આવ્યો, તો હુ રામ ભગવાનના દર્શન કરવા માટે ભારત જરૂર જઇશ. અમારા માટે તે એક ધાર્મિક જગ્યા છે, અને ક્યારેય મોકો મળશે તો જરૂર જવા માગીશ.
પાકિસ્તાની ટીમમાં હિન્દી તરીકે રમવાને લઇને પુછાયેલા સવાલના જવાબમાં દાનિશ કનેરિયાએ કહ્યું કે, પાકિસ્તાની ટીમ તરફથી રમવુ મારા માટે સન્માનની વાત છે. પોતાના દેશની ટીમ તરફથી રમવુ, અને એક હિન્દુ ક્રિકેટર હોવાના નાતે પાકિસ્તાન ટીમનુ પ્રતિનિધિત્વ કરવુ, અને મેચ જીતવી, મારા માટે એક ઉપલબ્ધિ છે, અને મારા માટે ગર્વ અને સન્માનની વાત છે.
ભૂમિ પૂજનને લઇને કરેલા પોતાના ટ્વીટરને લઇને દાનિશ કનેરિયાએ કહ્યું - મે રામ મંદિરના ભૂમિ પૂજન માટે ટ્વીટ કર્યુ હતુ, કોઇને બતાવવા કે ચિડાવવા માટે ન હતુ કર્યુ, હું ભગવાન રામમાં વિશ્વાસ રાખુ છુ એટલા માટે આ ટ્વીટ કર્યુ હતુ.
પાકિસ્તાનનો આ ક્રિકેટર બોલ્યો- રામ મંદિર બનશે તો હું અયોધ્યા જઇને રામલલાના દર્શન કરીશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 12:47 PM (IST)
પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, જો ભગવાન રામે તેનો બોલાવ્યો હશે તેમને બોલાવ્યો હશે તો તે જરૂર અયોધ્યા જશે, અને રામ લલાના દર્શન કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -