નવી દિલ્હીઃ પોતાની સ્પિન બૉલિંગથી બેટ્સમેનોને હંફાવનારા સ્ટાર સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ જાહેરાત કરી દીધી છે. પ્રજ્ઞાન ઓઝાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.

33 વર્ષીય પ્રજ્ઞાન ઓઝાએ આ વાતની જાણકારી ટ્વીટર પર આપી હતી. ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત સાથે તેને પોતાના ટ્વીટર હન્ડેલ પર એક ઇમૉશનલ લેટર પણ પૉસ્ટ કર્યો હતો. જેમાં તેને બધાનો આભાર માન્યો હતો.


પ્રજ્ઞાન ઓઝાએ આજે સવારે ટ્વીટર પર એક તસવીર શેર કરી અને લખ્યુ, આ મારા જીવનમાં આગળનુ સ્ટેપ ભરવાનો સમય છે. દરેક વ્યક્તિનો પ્રેમ અને સહકાર હંમેશા મારી સાથે છે. ભારતીય ટીમ તરફથી રમવુ તેનુ બાળપણનુ સપનુ હતુ, અને આનંદ છે કે તે હું કરી પણ શક્યો. દેશવાસીઓ અને ફેન્સનો ખુબ પ્રેમ મળ્યો.


ઉલ્લેખનીય છે કે, ભુવનેશ્વરમાં જન્મેલા પ્રજ્ઞાન ઓઝાએ ભારત તરફથી 24 ટેસ્ટ મેચ, 18 વનડે અને 6 ટી20 મેચ રમી છે. તેને ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને ટી20માં 10 વિકેટ પોતાના નામે કરી છે.