Ravindra Jadeja Joined BJP: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે. જાડેજાના પત્ની રીવાબા જાડેજા ગુજરાતના જામનગરના ભાજપના ધારાસભ્ય છે. રીવાબાએ તાજેતરમાં જ જાડેજા વિશે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી હતી. તેમણે એક પૉસ્ટ દ્વારા જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. જાડેજાએ તાજેતરમાં ટી20 વર્લ્ડકપ 2024 બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે અનેક વખત પ્રચાર કર્યો છે. ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રીવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તેણે ઘણા રોડ શો પણ કર્યા. જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે.
રીવાબાએ X પર એક પૉસ્ટ શેર કરી છે. આ દ્વારા તેમણે જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બની ગયા છે. ટી20 વર્લ્ડકપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
ટીમ ઈન્ડિયા માટે જાડેજાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. જાડેજાએ ટી20 વર્લ્ડકપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જાડેજાએ ભારત માટે 74 ટી20 મેચ રમી છે. આ દરમિયાન 515 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 54 વિકેટ પણ લીધી છે. જાડેજાનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. જાડેજા હજુ પણ ભારત માટે વનડે અને ટેસ્ટ રમશે. તેની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો
AUS vs SCO: ટ્રેવિસ હેડનો કમાલ, 320ની સ્ટ્રાઇક રેટથી ઇનિંગ રમીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ