IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચાર ઓગસ્ટથી શરૂ થઈ રહેલ ટેસ્ટ સીરીઝ પહેલા ઇન્ડિયન ક્રિકેટ ટીમની મુશ્કેલી વધી ગઈ છે. ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના બે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ ખેલાડીને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે. રાહતના સમાચાર એ છે કે એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે જ્યારે બીજા ખેલાડીમાં સામાન્ય લક્ષણો છે. 


ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર જે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે હોમ આઈસોલેશનમાં છે. આ સીનિયર ખેલાડી થોડા દિવસ બાદ ડરહમમાં ટીમ કેમ્પ સાથે જોડાશે. સામે આવેલ જાણકારી અનુસાર ખેલાડીના ગળામાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો.


આ ખેલાડીના સંપર્કમાં ટીમ ઇન્ડિયાના જે પણ ખેલાડી આવ્યા છે તેને ત્રણ દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે. આઈસોલેશન પીરિયડ પૂરો થયા બાદ ખેલાડીઓ ટીમ કેમ્પમાં જોડાઈ શકે છે. આ સમગ્ર મામલે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ચીફ સિલેક્ટર ચેતન શર્મા નજરિ રાખી રહ્યા છે.


બ્રિટનમાં કોરોનાનો કહેર


બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 302 કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હાલ બ્રિટનમાં 7 લાખ 30 હજારથી વધારે એક્ટિવ કેસ છે. બ્રિટનમાં સતત વધતા કેસથી અહીની સરકાર પણ ચિંતિત છે.


આ પહેલી ઘટના નથી જ્યારે ઇંગ્લેન્ડમાં ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા હોય બે દિવસ પહેલા ખત્મ થયેલ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સિરીઝ પર પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. ત્રણ મેચની વનડે સિરીઝ ઠીક પહેલા ઇંગ્લેન્ડના ચાર ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.


ઈસીબીએ જોકે પાકિસ્તાન વિરૂદ્ધ સિરીઝ રમવા માટે પૂરી ટીમ બદલી નાખી હતી. ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ જોકે હવે આઈસોલેશન પીરિડય પૂરી કરી ચૂક્યા છે અને પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ટીમમાં તેમની વાપસી થઈ ગઈ છે.