Cricketers Reaction to Manmohan Singh Death: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવાર, 26 ડિસેમ્બરના રોજ 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં સારવાર લઈ રહ્યા હતા. મનમોહન સિંહ વર્ષ 2004માં ભારતના 13મા વડાપ્રધાન બન્યા અને તેમનો કાર્યકાળ 2014 સુધી ચાલ્યો. ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)થી માંડીને રાજકારણ, ફિલ્મ ઉદ્યોગ અને રમત જગતની હસ્તીઓએ પણ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
AIIMS દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધતી ઉંમરને કારણે ડૉ.મનમોહન સિંહની તબિયત લથડી હતી. 26 ડિસેમ્બરના રોજ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા અને જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેમને ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ એક કલાક અને 40 મિનિટ પછી એમ્સમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ખેલ જગતે શોક વ્યક્ત કર્યો
ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે સોશિયલ મીડિયા દ્વારા મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, "પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જીના આકસ્મિક નિધનથી હું દુઃખી છું. તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હોવાની સાથે સાથે દૂરંદેશી નેતા પણ હતા." હરભજને આ મુશ્કેલ સમયમાં પૂર્વ પીએમના પરિવાર, મિત્રો અને સંબંધીઓ પ્રત્ય સંવેદના વ્યક્ત કરી હતી. વિશ્વભરમાં પોતાની બેટિંગથી દેશને ગૌરવ અપાવનાર વીરેન્દ્ર સેહવાગે કહ્યું, "આપણા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ જીના નિધન પર મારી દિલથી સંવેદના, ઓમ શાંતિ."
VVS લક્ષ્મણ અને યુવરાજ સિંહે પણ ભૂતપૂર્વ PM ના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ તેમના પરિવાર અને નજીકના લોકોને શક્તિ આપે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાના સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વિનેશ ફોગાટે કહ્યું કે ભારતના ઈતિહાસમાં મનમોહન સિંહજીના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. સંવેદના વ્યક્ત કરતા, વિનેશે એમ પણ કહ્યું કે તે હંમેશા દરેકના હૃદયમાં જીવંત રહેશે. ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલથી લઈને મુનાફ પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો....