Jasprit Bumrah Injury Update: એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની બંને મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાને 5 વિકેટે હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું. તે જ સમયે, આગામી T20 વર્લ્ડ કપ 2022 માં વધુ સમય બાકી નથી, ટૂંક સમયમાં આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે, પરંતુ હાલમાં ભારતીય પસંદગીકારો જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ઈજાના અપડેટની રાહ જોઈ રહ્યા છે.
પસંદગીકારો હર્ષલ પટેલના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે
હર્ષલ પટેલ ઈજામાંથી સાજો થઈ ગયો છે, પરંતુ પસંદગીકારો હર્ષલના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. એશિયા કપ 2022ની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. માનવામાં આવી રહ્યું છે કે, એશિયા કપની ફાઈનલ મેચના દિવસે જ T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. ભારતીય ક્રિકેટ ફેન્સ ઉપરાંત ટીમના પસંદગી કર્તાઓને આશા છે કે જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ટૂંક સમયમાં ફિટ થઈ જશે અને ટી20 વર્લ્ડ કપ 2022નો ભાગ બનશે.
T20 વર્લ્ડ કપ 2022 સુધીમાં જસપ્રીત બુમરાહ ફિટ થઈ જશે!
માનવામાં આવે છે કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપ 2022 સુધીમાં ફિટ થઈ જશે. જો કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપ સુધી ઈજામાંથી સાજો થઈ જાય તેની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે હર્ષલ પટેલ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને કમબેક કરવા માટે તૈયાર છે. હર્ષલ પટેલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, T20 વર્લ્ડ કપ 2022 ટીમની પસંદગી માટે કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા મુંબઈમાં પસંદગીકારો સાથે બેઠક કરશે, ત્યારબાદ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો...