નાણામંત્રીએ કહ્યુ કે, સરકાર બીપીસીએલમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે પરંતુ બીપીસીએલના એક હિસ્સો આસામમાં નુમલીગઢા રિફાઇનરીને સરકાર વેચશે નહીં. તેમણે કહ્યું કે, નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડની 61.65 ટકા ભાગીદારી વેચવામાં આવશે નહીં. જેમાં સરકારની હિસ્સેદારી રહેશે. બીપીસીએલનું આખું મેનેજમેન્ટ કંન્ટ્રોલ ટ્રાન્સફર થશે. સીતારમણે કહ્યું કે, કેબિનેટે 7 CPSEs માં ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે SCIમાં 63.57 ટકા ભાગીદારી અને કોનકોરમાં 30.8 ટકા ભાગીદારી ઘટાડવાની મંજૂરી આપી છે. ખરીદદારને SCIનુ મેનેજમેન્ટ કંન્ટ્રોલ પણ ટ્રાન્સફર થશે.
સરકારે ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે પ્રાઇસ સ્ટેબલાઇઝેશન ફંડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ બાદ ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધી ડુંગળીની કિંમતોમાં તેજી આવી છે. હાલમાં અનેક સ્થળોએ જથ્થાબંધ બજારમાં ડુંગળી 60 રૂપિયો કિલો વેચાઇ રહી છે.