ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જમીન પર સતત બે ટેસ્ટ સીરીઝમાં હાર આપી ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાના આ શાનદાર સફળતાના વખાણ પાકિસ્તાનનમાં પણ થઈ રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર જહીર અબ્બાસ ટીમ ઈન્ડિયાન ફેન બન્યો છે. જહીર અબ્બાસનું કહેવું છે કે ઈન્ડિયાએ પોતાના ક્રિકેટમાં જે રોકાણ કર્યું તેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે.
અબ્બાસે કહ્યું, જુઓ ભારતીય ટીમ ક્યાં સુધી આવી ગઈ. તેમણે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષમાં બીજી વખત સીરીઝ જીતી. આ પ્રકારનું એટલે થયું કારણ કે ભારતે પોતાના ક્રિકેટના સ્ટ્રક્ચરમાં છેલ્લા એક દશકમાં ઘણુ રોકાણ કર્યું છે. આ એ મહેનતનું ફળ હવે મળી રહ્યું છે.
અબ્બાસે પાકિસ્તાન ક્રિકેટના પતનની આલોચના કરતા કહ્યું કે સફળતાની ચાવી માત્ર મહેનત છે. તેમણે કહ્યું, ક્રિકેટમાં મારુ હંમેશા માનવું છે કે સૌથી મહત્વની વાત એ છે કે કોઈ ખેલાડી કેટલી મહેનત કરી રહ્યો છે અને કેટલો સમય રમતને આપી રહ્યો છે. કોઈપણ કોચિંગ અથવા સલાહથી તમે સારા દરજ્જાના ખેલાડી ન બની શકો જ્યાં સુધી પોતે મહેનત ન કરો.
એશિયાના બ્રેડમેન કહેવાતા અબ્બાસે કહ્યું ભારતની ઓસ્ટ્રેલિયામાં જીત એટલે પણ મહત્વની છે કે આ જીત વિરાટ કોહલી અને અન્ય સીનિયર ખેલાડીઓ વગર મળી છે. તેમણે પાકિસ્તાનના ખેલાડીઓને પણ રમત પર વધારે મહેનત કરવાનું કહ્યું.
ટીમ ઈન્ડિયાનો ફેન બન્યો પાકિસ્તાનનો આ પૂર્વ ક્રિકેટર, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jan 2021 09:10 AM (IST)
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જમીન પર સતત બે ટેસ્ટ સીરીઝમાં હાર આપી ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાના આ શાનદાર સફળતાના વખાણ પાકિસ્તાનનમાં પણ થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -