Ind Vs Eng, Under-19 WC Final: ભારતની અંડર 19 ટીમ એકવાર ફરી વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. ફાઇનલમાં ભારતનો મુકાબલો ઇગ્લેન્ડ સામે થશે. શનિવારની આ મેચ અગાઉ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે વાત કરી હતી.


અંડર-19 ટીમના સભ્ય કૌશલ તાંબેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તે વિરાટ કોહલી સાથે વીડિયો કોલ કરતો જોવા મળી રહ્યો છે. કૌશલ તાંબેએ લખ્યું કે ફાઇનલ અગાઉ કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ જાણવા મળ્યા. કૌશલે વિરાટ માટે GOAT (Greatest Of All Time) ઇમોઝી યુઝ કર્યો હતો.


કૌશલ સિવાય અંડર-19 ટીમના પ્લેયર રાજવર્ધન હંગરગેકરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલી સાથે થયેલી ઝૂમ મીટિંગની તસવીર શેર કરી છે. રાજવર્ધને લખ્યું કે વિરાટ ભાઇ, તમારી સાથે વાત કરીને સારુ લાગી રહ્યુ છે.રાજવર્ધને લખ્યું કે તમારી પાસેથી ક્રિકેટ અને લાઇફ અંગે ઘણુ શીખવા મળ્યું છે. જે આવનારા સમયમાં અમને સહાયતા કરશે. નોંધનીય છે કે વિરાટ કોહલીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી અને પોતાના અનુભવો શેર કર્યા હતા.


કોહલી પોતે પણ અંડર-19 વર્લ્ડકપ જીતી ચૂક્યો છે. જ્યારે 2008માં ટીમ ઇન્ડિયા વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો હતો. ત્યારબાદ કોહલી ચર્ચામાં આવ્યો હતો અને વર્ષ 2009માં તે ટીમ ઇન્ડિયામાં સામેલ થયો હતો.


 


હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો


New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે


હવે બદલાઇ જશે Gmailનો લૂક, નવી ડિઝાઇનમાં એક ટેબમાં મળશે Chat, Meet અને Spacesના ઓપ્શન, જાણો કોને મળશે આ ફાયદો........


Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે