નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝન માટે હોસ્ટ શહેરોના નામનો ખુલાસો કર્યો છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે બોર્ડ આ વર્ષે આઇપીએલ ભારતમાં કરાવવા માંગે છે. મુંબઇ અને પૂણેમાં આઇપીએલની લીગ મેચ યોજાશે. ગાંગુલીના મતે નોકઆઉટ મેચ માટે હાલમાં હજુ વિચારણા ચાલી રહી છે.


એક મીડિયા પ્લેટફોર્મ સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે આ વર્ષે આઇપીએલમાં ભારતમાં રમાશે જ્યાં સુધી કોરોનાના કારણે કોઇ મુશ્કેલીઓ નહી આવે તો. જ્યાં સુધી મેદાનની વાત કરીએ તો અમે આ વર્ષે મહારાષ્ટ્રમાં જ મુંબઇ અને પૂણેમાં જ લીગ મેચ કરવા પર વિચાર કરી રહ્યા છીએ અને નોકઆઉટ મેચ માટે અમે કેટલાક દિવસોમાં જ નિર્ણય કરીશું.


ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં યોજાશે. આ ઓક્શનમાં 590 ખેલાડીઓ પર બોલી લાગવાની છે. આ લીગમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે.


12 અને 13 ફેબ્રુઆરીએ થનારી હરાજીમાં 590 ખેલાડીઓ બોલી લગાવશે. બીસીસીઆઈએ ગત મંગળવારે હરાજી માટે અંતિમ લિસ્ટ જાહેર કર્યું હતું. આ હરાજી માટે કુલ 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નક્કી કરાયેલા 590 ખેલાડીઓમાં 228 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા, 355 અનકેપ્ડ ખેલાડીઓ છે. તો વિદેશી ખેલાડીઓમાં 47 ખેલાડી ઓસ્ટ્રેલિયાના, બીજા ક્રમે વેસ્ટ ઇન્ડિઝના 34 ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના 33 ખેલાડીઓ, ઇંગ્લેન્ડના 24, શ્રીલંકાના 23 અને અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓની પસંદગી હરાજી માટે થઇ છે.


 


હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો


New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે


હવે બદલાઇ જશે Gmailનો લૂક, નવી ડિઝાઇનમાં એક ટેબમાં મળશે Chat, Meet અને Spacesના ઓપ્શન, જાણો કોને મળશે આ ફાયદો........


Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે