Gmail Working on New Design: જીમેઇલ (Gmail) યૂઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જલદી જ તમારા Gmailનો લૂક બદલાઇ જવાનો છે. ખરેખરમાં ગૂગલે (Google) જાહેરાત કરી છે કે તે જીમેઇલની નવી ડિઝાઇન (Gmail New Design)ને લાવવાનુ છે. નવી ડિઝાઇન કંપનીના નવા પ્લાન ગૂગલ વર્કપ્લેસ (Google Workspace) અંતર્ગત છે. જેમાં Gmailને ગૂગલ ચેટ (Google Chat), મીટ અને સ્પેસને એક જ સાથે એક વિન્ડોમાં લાવવામાં આવશે. 


આ મહિનાથી શરૂ થઇ શકે છે ટેસ્ટિંગ-
કંપની અનુસાર, જીમેઇલના નવા લૂક એટલે કે જીમેઇલ ઇન્ટીગ્રેટેડ વ્યૂને Q2 2022 સુધી રિલીઝ કરવામાં આવશે. આનો અર્થ છે કે યૂઝર્સ માટે આ નવુ ઇન્ટરફેસ આ વર્ષ જૂન પહેલા જ રિલીઝ થઇ જશે. એ પણ ચર્ચા છે કે ગૂગલ આ કૉન્સેપ્ટ પર 8 ફેબ્રુઆરીથી ટેસ્ટિંગ શરૂ કરી દેશે. 


શું હશે નવા ઇન્ટરફેસમાં ખાસ-
રિપોર્ટ અનુસાર, નવા લૂકમાં યૂઝર્સને એક જ પેજ પર મેઇલ, ચેટ (Google Chat), સ્પેસ (Spces) અને મીટ (Google Meet)ના ટેબ દેખાશે. તમે એક જ વિન્ડોમાં રહીને આમાંથી કોઇ એક પર જઇ શકો છો. જોકે એક ટાઇમમાં તમે કોઇ એક ટેબને જ યૂઝ કરી શકશો. પરંતુ તમે આમાંથી કોઇમાં પણ મળનારા નૉટિફિકેશનને બ્લિંક થતાં જોઇ શકો છો. અત્યાર સુધી નવા લેઆઉટને લઇને જે જાણકારી સામે આવી છે, તે પ્રમાણે તમને આ તમામ ટેબ ડાબી બાજુ દેખાશે. આ નવા લૂકને લઇને કંપની તરફથી સૌથી પહેલા સપ્ટેમ્બર 2021માં જાહેરાત કરવામાં આવી હતી.


કોને મળશે ફાયદો-
Googleએ હજુ સુધી જે જાણકારી આપી છે, તે પ્રમાણે નવુ અપડેટ Google વર્કસ્પેસ બિઝનેસ સ્ટાર્ટર, બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઇઝ એસેન્શિયલ, એન્ટરપ્રાઇઝ સ્ટાન્ડર્ડ એન્ટપ્રાઇઝ પ્લસ, એજ્યૂકેશન ફન્ડામેન્ટલ્સ, એજ્યૂકેશન પ્લસ, બિનલાભકારી સંસ્થાઓની સાથે સાથે જે સૂટ બેસિક અને બિઝનેસ ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. આ Google Workspace Essentialsના ગ્રાહકો માટે નહીં હોય. 


 


આ પણ વાંચો........ 


Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત


Google-Airtel Deal: એરટેલ-ગૂગલ ડીલથી ડિજિટલ ઈન્ડિયાને મળશે વેગ, ફીચર ફોન યુઝર્સને મળશે સસ્તા સ્માર્ટફોન


મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ


MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક


RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો


BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે


શું હવે ઓફલાઈન વર્ગ માટે માતાપિતાની મંજૂરી લેવી નહીં પડે ? જાણો કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં શું કહ્યું....