Commonwealth Games 2022: ભારતીય મહિલા હોકી ટીમે ન્યુઝીલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત નીતુ સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હરાવ્યું હતું.
અમિતને મળ્યો ગોલ્ડ
બોક્સિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. અમિત પંઘાલે 48-51 કિગ્રા વજન વર્ગમાં ફ્લાયવેટ મેચની ફાઇનલમાં જીત મેળવી છે.
નીતુએ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
બોક્સિંગમાં પણ મેડલ આવવા લાગ્યા છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની નીતુ ઘંઘાસે ઈંગ્લેન્ડની બોક્સરને હરાવી હતી. 48 કિગ્રા કેટેગરીમાં હરિયાણાની આ બોક્સરે ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં તમામ ન્યાયાધીશોએ નીતુની તરફેણમાં ચુકાદો આપ્યો અને 5-0થી ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓનો કમાલ
કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.
ગુજરાતની સોનલ બેન પટેલે પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો
જ્યારે ગુજરાતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતીય રેસલર્સનું શાનદાર પ્રદર્શન
વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો હતો. ભારતની સિનિયર રેસલર વિનેશ ફોગાટે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવી હતી. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.