IND vs UAE: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપમાં પોતાનું જોરદાર પ્રદર્શન આજે રમાયેલી UAE સામેની મેચમાં પણ યથાવત રાખ્યું છે. ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં UAEને 104 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 178 રન બનાવ્યા હતા. 179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ માત્ર 74 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. ભારતે યુએઈને હરાવીને એશિયા કપમાં જીતની હેટ્રિક બનાવી છે.






UAE સામેની આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 178 રન બનાવ્યા. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્ઝે 45 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમા ઉપરાંત દીપ્તિ શર્માએ પણ શાનદાર પ્રદર્શન કરતા 49 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રનની અડધી સદી ફટકારી હતી.


UAE ને 104 રને હરાવ્યું


મહિલા એશિયા કપ 2022ની મેચમાં ભારતીય ટીમે UAE સામે 20 ઓવરમાં 5 વિકેટે 178 રન બનાવ્યા હતા. પીછો કરવા ઉતરેલી UAEની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 74 રન જ બનાવી શકી અને 104 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 64 રન બનાવ્યા જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 75 રનની શાનદાર ઇનિંગ રમી. દીપ્તિ શર્માએ 49 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, જેમિમા રોડ્રિગ્ઝે 45 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.


સ્મૃતિ મંધાનાએ કરી કેપ્ટનશિપ


ઉલ્લેખનીય છે કે UAE સામેની આ મેચમાં ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર રમી રહી ન હતી. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાના ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહી હતી. ભારતીય ટીમે તેની છેલ્લી મેચમાં મલેશિયાને હરાવ્યું હતું. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ UAEને 104 રનના મોટા અંતરથી હરાવ્યું છે. એશિયા કપમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે.